નર્મદા

ડેડીયાપાડા તાલુકાના કણબીપીઠા- માંચ વચ્ચે ટુ-વ્હીલર ચાલકનો જીવલેણ અકસ્માત,એક ઠાર,બિજાને ગંભીર જોખમ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કણબીપીઠા અને માંચ વચ્ચે ટુ-વ્હીલર ચાલકને ગંભીર અકસ્માત થતાં એક ચાલક જગ્યા પર જ ઠાર થયેલ છે.અને બિજાને પણ ગંભીર જોખમી થતાં બેભાન થયેલ છે.

પ્રાપ્ત માહીતી અનુસાર અંદાજે ટુ-વ્હીલર ચાલકો દેવમોગરા થી કુંડીયાઆંબા ગામ જતાંનું અનુમાન છે .બંન્નેની ઉંમર અંદાજે ૫૫-૬૦ વર્ષ વચ્ચેની હોઈ શકે છે.તેમાંના એક ઘાયલ થયેલ ઈસમને પુછતાં તે વધારે બોલી શકતા નહોતો.પણ થોડુક બોલતાં તેમણે ડેડીયાપાડા તાલુકાના કુંડીયાઆંબા ગામના વતની જણાવ્યું હતું.અને તેમનો ટુ-વ્હીલર મોટર સાયકલ નંબર – GJ 16 BE 4993 છે.તે બંન્ને ઈસમો દેવમોગરા થયેલનું અનુમાન છે.તેથી સાંજના ૫-૦૦ વાગ્યાના અરસામાં કણબીબીઠાથી માંચ તરફ જતાં ઢોળાવો ઉતારતાં ટર્ન ન કપાતાં કોઈ વાહન સાથે ટકરાવ થયાનો અંદાજ છે.પરંતુ તે વાહનચાલક વાહન લઈને ભાગી ગયેલ છે.તે જતાં ટુ-વ્હીલર ચાલક કોઈ વાહનમાં ધસી જતાં ગંભીર અકસ્તાત સર્જાયુ છે.તેમાં એક ટુ-વ્હીલર ચાલક મુત્યુ પામેલ છે.જ્યારે બિજો ડાબાં હાથમાં ફેકચર સાથે માથાના ભાગે ઈજા તેમજ અન્ય ભાગોમાં પણ ગંભીર રીતે જોખમી થયેલ છે.બંન્ને ઈસમોના નામ-ઠામની પુષ્ઠિ થઈ શકી નહોતી.

Related Articles

Back to top button