માંગરોળ

માંગરોળના દેગડીયા ગામે પાણી ભરેલા ખાડામાં અજગર દેખાયો

ગામમાં અજગર આવી ચડતા લોકોમાં ભય

  • ખાડામાંથી અજગરનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યું

  • અજગરને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો

માંગરોળ તાલુકાના દેગડીયા ગામે ગામની સીમમાં પાણી ભરાઈ રહેલ એક ખાડામાં રહેલા અજગર દેખાતા સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું. અને ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો. સદ નસીબે લોકોને અને અજગરને એમ બંનેને કોઈપણ પ્રકારનું નુકસાન પહોચ્યું ન હતું.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડીયા ગામ રાત્રે એક ટ્રક ચાલક ટ્રક લઈને પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન રસ્તા પરથી એક અજગર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ટ્રકચાલકની નજર અજગર પર પડતાં તેઓએ ગભરાય ગયા હતા અને  તાત્કાલિક ટ્રકના પૈડાં થંભાવી દીધા હતા અને ગામમાં જઈને લોકોને જાણ કરી હતી. ગામના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ત્યારે રસ્તાની નજીક ચેક કરતા પાણી ભરેલા એક ખાડામાં અજગર હોવાનું માલુમ પડતાં તેઓએ સાવચેતી પૂર્વક અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. વન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત જગ્યાએ અજગરને છોડવામાં આવ્યો હતો. સદનસીબે અજગરે કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button