ગુનોતાપી

મહિલા સરપંચની દાદાગીરી, પુત્રની પ્રેમિકાને જાહેરમાં નિર્વસ્ત્ર કરી વાળ કાપી માર માર્યો

બોરખડી ગામના સરપંચ અને તેના પરિવારજનોએ પુત્રની પ્રેમિકાને જાહેરમાં ફટકારી કાયદો વ્યવસ્થા હાથમાં લીધો

તાપી જિલ્લામાં મણીપુર જેવી ઘટના સામે આવી છે. વ્યારા તાલુકાના એક ગામની મહિલા સરપંચે પુત્રની પ્રેમિકાને જાહેરમાં નિર્વસ્ત્ર કરી વાળ કાપી માર માર્યો હતો. આ ઘટનાને પગલે જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સ્થાનિકો કાયદો વ્યવસ્થા હાથમાં લેનાર મહિલા સરપંચને પદ પરથી દૂર કરવાની માગ કરી રહ્યાં છે.

તાપી જિલ્લાના બોરખડી ગામમાં સરપંચ તરીકે એક મહિલા જવાબદારી સંભાળી રહ્યાં છે. મહિલા સરપંચનો પુત્ર એક આદિવાસી સમાજની દીકરીના પ્રેમમાં હતો અને બંને લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ પ્રેમ સંબંધમાં પરિવારના સભ્યોને વાંધો પડતા મહિલા સરપંચ અને ઘરના સભ્યોએ યુવતીને પાઠ ભણાવવાનું નક્કી કરી કાવતરૂ ઘડ્યું હતું.

મહિલા સરપંચ, તેમના પતિ અને પરિવારના અન્ય સભ્યો ગામના એક ખેતરમાં રહેતા પ્રેમી યુગલમાંથી યુવતીને ગાડીમાં અપરહણ કરીને લઇ ગયા હતા. મહિલા સરંપચ અહીંથી યુવતીને વ્યારાના ખુસાલપુરા ગામે લઇ ગયા હતા. જ્યાં પહેલા યુવકના પરીવારજનોએ યુવતીના વાળ કાપી નાખ્યા હતા. આરોપીઓનો જીવ ન ભરાયો તો યુવતીને કપડા ફાડી નાખ્યા હતા. મહિલા થઇને મહિલા પર દયા નહીં દાખવી નિર્દયી મહિલા સરપંચે યુવતીને ખેતરમાં લઇ જઇ ઢોર માર માર્યો હતો.

આ મામલે યુવતીએ પોલીસમાં મહિલા સરપંચ સહિત અન્ય લોકો સામે ફરીયાદ નોંધાવી છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી સરપંચના કૃત્ય સામે પગલાં ભરે છે કે નહીં તેની કાગડોળે રાહ જોવાઇ રહી છે. બીજી તરફ આદિવાસી સમાજની દીકરી પર થયેલા આ અત્યાચાર મામલે આરોપીઓ સામે કડક પગલાં ભરવામાં આવે અને તાત્કાલિક ન્યાય મળે તેવી માગ ઉઠી રહી છે.

મહિલા સરપંચે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઇને જે અધમ કૃત્યુ આચર્યું છે તેને લઇ મણિપુરમાં યુવતી સાથે થયેલા કૃત્યની યાદ તાજી થઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button