રમતગમતવિશ્વ

લિયોનેલ મેસ્સી બન્યો વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી: જીત્યો FIFA 2023 બેસ્ટ પ્લેયર એવોર્ડ, મહિલાઓમાં કોને બાજી મારી

આર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ નોર્વેજિયન સ્ટ્રાઈકર એર્લિંગ હોલેન્ડને પછાડીને FIFA 2023નો બેસ્ટ પ્લેયરનો એવોર્ડ જીતી લીધો છે. લિયોનેલ મેસ્સીની વર્ષ 2022 માટે પણ FIFAના સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે પસંદગી કરવામાં આવી હતી.

  • લિયોનેલ મેસ્સી FIFA 2023નો બેસ્ટ પ્લેયર બન્યો
  • ફૂટબોલ વર્લ્ડ કપ 2022માં સાત ગોલ કર્યા હતા
  • બંને ખેલાડીઓને 48-48 પોઈન્ટ મળ્યા હતા

આર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ નોર્વેજિયન સ્ટ્રાઈકર એર્લિંગ હોલેન્ડને પછાડીને FIFA 2023નો બેસ્ટ પ્લેયરનો એવોર્ડ જીતી લીધો છે. લિયોનેલ મેસ્સીએ ત્રીજી વાર આ એવોર્ડ જીત્યો છે. લિયોનેલ મેસ્સીની વર્ષ 2022 માટે પણ FIFAના સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે પસંદગી કરવામાં આવી હતી. લિયોનેલ મેસ્સીએ ફૂટબોલ વર્લ્ડ કપ 2022માં સાત ગોલ કર્યા હતા અને ટ્રોફી જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

લિયોનેલ મેસ્સીએ એવોર્ડ જીત્યો

લિયોનેલ મેસ્સી અને એર્લિંગ હાલૈન્ડ વચ્ચે FIFA 2023ના બેસ્ટ પ્લેયર માટે કાંટાની ટક્કર જામી હતી. આ બંને ખેલાડીઓને 48-48 પોઈન્ટ મળ્યા હતા, ત્યારપછી લિયોનેલ મેસ્સીએ આ એવોર્ડ જીતી લીધો છે. મોહમ્મદ સલાહ, સુનિલ છેત્રી અને હેરી કેને મેસ્સીને વોટ આપ્યો હતો, જેથી મેસ્સી આગળ નીકળી ગયા છે. કીલિયન એમ્બાપ્પેને 35 પોઈન્ટ મળતા ત્રીજા સ્થાન પર રહ્યા હતા.

લિયોનેલ મેસ્સીનું પર્ફોર્મન્સ

વર્ષ 2022માં આર્જેન્ટીનાની ટીમને ખિતાબ જીતાડ્યા પછી લિયોનેલ મેસ્સીએ પેરિસ સેંટ જર્મેન સીથે લીગ 1નો ખિતાબ જીત્યો હતો. મેજર લીગ સોકરમાં પહેલી સીઝનમાં ઈંટર મિયામીને લીગ કપ જીતાડવામાં મદદ કરી હતી. લિયોનેલ મેસ્સી છેલ્લા ઘણા સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

આ મહિલા ખેલાડીએ ખિતાબ જીત્યો

બાર્સિલોનાની સ્ટ્રાઈકર એતાના બોનમતીએ ફીફા એવોર્ડ્સ 2023માં સર્વશ્રેષ્ઠ FIFA મહિલા ખેલાડીનો પુરસ્કાર જીત્યો છે. મેનચેસ્ટર સિટી વિજેતા કોચ પેપ ગાર્ડિયોલાએ 2023ના સર્વશ્રેષ્ઠ કોચનો એવોર્ડ જીત્યો છે. ગાર્ડિયોલાએ 2023માં બે ખિતાબ જીત્યા. ઈંગ્લેન્ડની કોચ સરીના વિગમેને ચોથી વાર સર્વશ્રેષ્ઠ મહિલા કોચનો એવોર્ડ જીત્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button