ગુનોમાંગરોળ

પત્નીના ત્રણ હજારના ભરણપોષણને લઇ ચિંતામાં ડૂબી જનાર યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

માંગરોળ ગામે રહેતા 40 વર્ષીય યુવક દિલીપ વસાવાએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું. પત્ની સાથે છૂટાછેડા થયા બાદ કોર્ટે દ્વારા પત્નીને દર મહિને 3000 ભરણપોષણ આપવાનો હુકમ કર્યો હતો. આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ચિંતામાં ડૂબી ગયેલા યુવકે આખરે જીંદગીથી હાર માની, ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું લીધું હતું. હાલ માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


સુરત જિલ્લાના માંગરોળ ગામે રહેતા નિકેશભાઈ વસાવા જેઓ ભીલવાડા ગામને જોડતા પુલની બાજુમાં આવેલા તૂટેલા પુલ પાસે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓની નજર એક મૃત અવસ્થામાં પડેલૈ યુવક પર પડતાં તેઓ નજીક ગયા હતા. તેઓએ જઈને તપાસ કરતા મૃત અવસ્થામાં રહેલો યુવક બીજું કોઈ નહિ પણ તેઓનો મિત્ર દિલીપ પુરુભાઈ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓને તપાસ કરતા મૃતક દિલીપ વસાવાના નાકમાંથી સફેદ કલરનું પ્રવાહી નીકળેલુ હતું અને મોઢામાંથી લોહી પણ નીકળેલું હતું. સમગ્ર ઘટનાની જાણ માંગરોળ પોલીસને કરવામાં આવતા માંગરોળ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.

પત્નીના ભરણપોષણથી યુવક ચિંતામાં રહેતો હતો
મૃતક યુવકના મિત્ર નિકેશ વસાવાએ માંગરોળ પોલીસ મથકે જણાવ્યું હતું કે, અમે બંને અવાર નવાર એકબીજાને મળતા હતા. મૃતક દિલીપ વસાવાના તેઓના પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા અને કોર્ટ દ્વારા દર મહિને પત્નીને ત્રણ હજાર ભરણપોષણ આપવાનો હુકમ કર્યો હતો.

તેઓની આર્થિક સ્થતિ ખરાબ હતી અને તે વયોવૃદ્ધ માતા સાથે રહેતા હતા. આખરે જીંદગીથી હારી યુવકે આપઘાત કરવાનું વિચારી લીધું હતું અને ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. માંગરોળ પોલીસે ફરિયાદી નીકેશ વસાવાની ફરિયાદ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button