બારડોલીસુરત

આખરે ગ્રામજનોને જરૂરી દાખલા કાઢી આપવા તલાટીઓને સૂચના

સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા 12 જેટલા પ્રમાણપત્રો અને દાખલા ન આપવા અંગે ફતવો બહાર પાડવામાં આવતા ગ્રામજનોને પડી રહેલી હાલાકી અંગે ગત 6/12/2023ના રોજ સવિસ્તર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેનો પડઘો પડતાં જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીઓને દાખલા કાઢી આપવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.

સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના હોદ્દેદારો ગત 20-4-2023ના રોજ જિલ્લાના ગામડાઓમાં કામ કરતાં તલાટી કમ મંત્રીઓએ સમગ્ર જિલ્લામાં એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી સરકારની જોગવાઈ સિવાયના અને મનસ્વી ફોર્મેટમાં તૈયાર કરેલ દાખલાઓ 20/4/2023ના રોજથી ગ્રામ્ય કક્ષાએ આપવાના બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મંડળના આદેશને કારણે ગામડાઓમાં 12 જેટલા પ્રમાણપત્ર અને રોજકામ કરવાનું તલાટીઓએ બંધ કરી દીધું છે. જેની સીધી અસર ગ્રામ્ય વિસ્તારની ગરીબ અને જરૂરતમંદ લોકો પર પડી રહી હતી.

આ અંગે 6-12-2023ના રોજ  ગ્રામજનોને પડી રહેલી પારાવાર મુશ્કેલી અંગે સવિસ્તાર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલના પડઘા પડતાં જિલ્લા પંચાયત તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાએ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તલાટીઓને ગ્રામજનોને જરૂરી દાખલતા કોઈ અડચણ ઊભી ન થાય તે રીતે કાઢી આપવા સૂચના આપી છે. એ જ રીતે બારડોલી તાલુકા વિકાસ અધિકારીઓએ પણ તલાટીઓની મિટિંગ બોલાવી દાખલા કાઢી આપવા માટે સૂચના આપતા લોકોને રાહત થઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button