તાપી

તાપીનાં કુકરમુંડા તાલુકામાં આખરે કેવડામોઇ ગામે કરોડોનાં ખર્ચે નવી લિફ્ટ એરિગેશન યોજનાની નવી પાઇપ લાઈન માટે ખોદેલ ખાડાનું પાકા પાયે પુરાણ

તાપીનાં કુકરમુંડા તાલુકામાં કરોડોનાં ખર્ચે નવી લિફ્ટ એરિગેશન યોજના બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે નવી લિફ્ટ એરિગેશન યોજનાની કામગીરી એજન્સીને સોંપવાંમાં આવેલ છે ગત દિવસોમાં એજન્સી દ્વારા કેવડામોઇ ગામની સીમમાંથી મહારાષ્ટ્ર તરફ જતો ડામર રસ્તા ઉપર ખોદકામ કરીને લિફ્ટ એરિગેશન યોજના અંતર્ગત નવી પાઇપ લાઈન નાખવા આવેલ છે.

પરંતુ લિફ્ટ એરિગેશન યોજનાની કામગીરી કરનાર એજન્સી દ્વારા ડામર રસ્તા ઉપર નવી પાઇપ લાઈન નાખવા ખોદકામ કરેલ જગ્યા ઉપર માટી મેટલ નાખીને કાચું પુરાણ કરી દેવામાં આવ્યું હતું. જેથી હાલ વરસાદી માહોલમાં રસ્તો કાદવ- કીચડવાળો બની જવાના કારણે આ રસ્તા ઉપરથી પસાર થતા. વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા હોવા અંગે ગત રોજ દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. કામગીરી કરનાર એજન્સી દ્વારા આ ડામર રસ્તા ઉપર પાઇપ લાઈન નાખવા માટે ખોદેલ જગ્યા ઉપર પાકા મટેરીયલથી પુરાણ કરી દેવામાં આવ્યું છે.

Related Articles

Back to top button