તાપી

હાશ…આખરે વેલ્દા ગામે પાણી પુરવઠા યોજનાની મેઈન પાઇપ લાઈનમાં પડેલ ભંગાણનું સમારકામ માટે ખોદેલ ખાડાનું પુરાણ

નિઝર તાલુકામાં આવેલું વેલ્દા ગામ પાસે દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી સપ્લાયની મેઈન પાઇપ લાઈનમાં ગત દિવસે મોટુ ભંગાણ પડ્યું હતું. જે પાણીની પાઇપ લાઈનમાં પડેલ ભંગાણનું સમારકામ કરવા માટે પાણી પુરવઠા યોજનાના કર્મચારીઓ દ્વારા મોટો ખાડો ખોદીને પાઇપ લાઈનનું સમારકામ કર્યું હતું. પરંતુ એ ખાડાનું પુરાણ જ કરવામાં આવેલ ન હતું. જે અંગે ગત રોજ  અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતા જ પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ દોડતા થયાં હતા અને બીજા જ દિવસે ખાડાનું પુરાણ કરી દેવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button