મહુવા

સુરતના મહુવા તાલુકા મથક ખાતે યુકો બેંકમાં આગ લાગતાં અફરાતફરી મચી

સુરતના મહુવા તાલુકા મથક ખાતે આવેલ યુકો બેંકમાં આગ લાગતાં અફરા તફરી મચી ગઇ હતી. બનાવને પગલે બારડોલી ફાયર વિભાગની ટીમ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી છે. મહુવા તાલુકા મથક ખાતે આવેલ યુકો બેન્કમાં આજરોજ સવારે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને લઇને નાસભાગ મચી ગઇ હતી. આગ ઘટનાની જાણ બારડોલી ફાયર વિભાગને કરવામાં આવતા બારડોલી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ કૂલિંગ પ્રક્રિયા ચાલી રહી છે. બનેલ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

Related Articles

Back to top button