નર્મદા

દેડિયાપાડાના ઉમરાણમાં મકાનમાં આગ, બે પશુના મોત

મકાન ઉપરથી પસાર થતાં DGVCL કંપનીના વીજ લાઇન વાયરમાં તણખા ઝરતાં બનેલી ઘટન

દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામના ગુંદલા આંબા ફળિયામાં કાચા ઘરમાં ઘરની ઉપરથી પસાર થતાં વીજવાયરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ મચી હતી. આગની ચપેટમાં આવી જતાં બે પશુઓના મોત થયાં છે.

ઉમરાણ ગામની સીમમાં આવેલા ગુંદલાઆંબા ફળિયાનાં ખેડૂત ખાતેદાર આટિયા કોટવાળીયા વસાવાના ઘર ઉપરથી પસાર થતા વીજ વાયરોમાંથી તણખા ઝરતાં નીચે રહેલું તેનું ઘર આગની ચપેટમાં આવી ગયું હતું. આગ લાગતા ઘરમાં રાખેલો ઘરવખરીનો સામાન તેમજ બે જેટલા પશુઓના મોત થયા હતા. તેમજ અન્ય પશુઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

  • ઘર સળગી જવા માટે જવાબદાર કોણ?
  • શું DGVCL કંપની મદદ માટે સામે આવશે?
  • સરકારી તંત્ર શું પગલાં ભરશે?
  • આ ગરીબ પરિવાર હવે દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવશે?
  • કોણ આવશે આ ગરીબ પરિવારના વહારે?

હાલ ઉમરાણ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીએ પંચ કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેડિયાપાડા તાલુકામાં દર વર્ષે કાચા મકાનોમાં આગના બનાવો બનતાં રહે છે. ઉમરાણ ગામની સીમમાં બનેલી આગની ઘટનામાં અસરગ્રસ્ત પરિવારને મદદ મળે તે પહેલાં ઘરવખરી અને પશુઓ બળીને રાખ થઇ ગયાં હતાં. સામી દિવાળીએ જ પરિવારને છત ગુમાવી દેવાનો વારો આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button