રમતગમતવિશ્વ

T20 ટીમ ઑફ ધ યર 2023નું એલાન

અડધો અડધ ખેલાડી તો ભારતના જ, કોહલી-શર્મા નહીં આ 5નું છે નામ

ટી20 ટીમ ઓફ ધ યર 2023માં ટી20 પ્લેઇંગ ઇલેવનમાં સૂર્યકુમાર યાદવ અને રિન્કુ સિંહ સહિત પાંચ ભારતીય ખેલાડીઓને જગ્યા મળી છે.

  • ટી20 ટીમ ઓફ ધ યર 2023ની જાહેરાત
  • યુવા ખેલાડીઓને વધુ સ્થાન આપવામાં આવ્યું
  • દિગ્જ્જ ખેલાડીને ટીમમાં જગ્યા ન મળતાં નવાઇ

સ્ટાર સ્પોર્ટ્સે ટેસ્ટ અને વન ડે બાદ હવે ટી20 ટીમ ઓફ ધ યર 2023ની જાહેરાત કરી છે. આ ટી20 પ્લેઇંગ ઇલેવનમાં સૂર્યકુમાર યાદવ અને રિન્કુ સિંહ સહિત પાંચ ભારતીય ખેલાડીઓને જગ્યા મળી છે. એટલે કે અડધી ટીમ ભારતીય છે. આ સિવાય આ ટીમમાં બે પાકિસ્તાની અને ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. તો અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના એક-એક ખેલાડી સામેલ છે. આ ટીમમાં યુવા ખેલાડીઓને વધુ સ્થાન આપવામાં આવ્યું છે.

વોટિંગમાં ભાગ લેનારા ફેન મોટાભાગના ભારતીય જ છે

સ્ટાર સ્પોર્ટ્સ ટી-20 ટીમ ઓફ ધ યરની પસંદગી ફેન વોટિંગના આધારે કરવામાં આવી છે. પસંદગીની પ્રક્રિયા પણ ખુબ જ સરળ છે. જેમાં સૌથી વધુ મત મેળવનાર ખેલાડીને ટીમમાં જગ્યા આપવામાં આવે છે. પાંચ ભારતીય ખેલાડીની પસંદગીથી એક વાત તો સ્પષ્ટ છે કે વોટિંગમાં ભાગ લેનારા ફેન મોટાભાગના ભારતીય જ છે.

દિગ્જ્જ ખેલાડીઓને સ્થાન ન મળતા નવાઈ

વિરાટ કોહલી, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીને ટીમમાં જગ્યા ન મળતાં નવાઇ લાગી છે. તો ગત વિજેતા ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ઇંગ્લેન્ડના એક પણ ખેલાડીને આ ટીમમાં જગ્યા મળી નથી. એટલું જ નહીં આઇપીએલ 2024ના ઓક્શનમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડી મિચેલ સ્ટાર્ક અને પેટ કમિંસ પણ આ ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી.

સ્ટાર સ્પોર્ટ્સની ટી20 ટીમ ઓફ ધ યર 

શુભમન ગિલ, યશસ્વી જયશ્વાલ, સુર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, મોહમ્મદ શમી, ગ્લેન મેક્સવેલ, જેસન બેહરેનડોર્ફ, નિકોલસ પુરન, ઇમાદ વસીમ, શાહીન આફ્રીદી, રાશિદ ખાન.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button