માંડવીરમતગમત

ખો-ખો રમતમાં રાજ્યકક્ષાએ માંડવી હાઈ.ની પાંચ વિદ્યાર્થિની પ્રતિનિધિત્વ કરશે

ધી માંડવી હાઈસ્કૂલ માંડવી માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ખોલવડ ખાતે રમાયેલી જિલ્લા કક્ષાની અંડર-19 અને અંડર-17 મહિલા ખો-ખો સ્પર્ધામાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રાજ્ય કક્ષાની ખોખો સ્પર્ધા માટે પસંદગી થઇ હતી.

કડોદરા ખાતે યોજાયેલી અંડર 19 જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધામાં માંડવી હાઈસ્કૂલની મહિલા ખોખો ટીમે ભાગ લીધો હતો, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચૌધરી વસુંધરા, ગામીત રિયા, ચૌધરી સુસ્મિતા અને ચૌધરી ઇસવીની પસંદગી રાજ્યકક્ષા માટે થઇ હતી.

અંડર-17માં બહેનોની જિલ્લા કક્ષાની ટીમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ચૌધરી ધ્રુવીની પણ રાજ્યકક્ષા માટે પસંદગી થઇ હતી.

વ્યાયામ શિક્ષક નિલેશભાઈ ગામીતને આચાર્ય શૈલેષભાઈ પટેલ તથા સંસ્થાના પ્રમુખ ડૉ.વાસુદેવભાઈ જોખાકર અને મંત્રી નલીનભાઈ શાહ સહીત શાળા પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button