તાપી

ડોલવણ તાલુકાના પંચોલ ખાતે તાલુકા કક્ષાના 74મા વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

સામાજીક વનીકરણ વિભાગ, સુરત રેંજ વ્યારા દ્વારા તાલુકા કક્ષાનો 74મો વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી ઉત્તર બુનિયાદી વિધાલય અને ઉચ્ચતર માધ્યામિક શાળા પંચોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ બચુભાઇ ડી. કોકણીના અધ્યક્ષતામા ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

જેમા સામાજીક વનીકરણ વિભાગ, સુરતની રેંજ વ્યારાના આર.એફ.ઓ. કુ.એચ.એસ.ચૌધરી, ઉ.બુ.વિ. પંચોલના આચાર્ય શીતલબેન એસ. પટેલ અને પંચોલ ગામના સરપંચ રીનાબેન એ. ગામીતના સહિયારા પ્રયાસોથી ઉજવણી કરવામા આવી હતી. પંચોલ રક્ષાબેન એન.પટેલ ઉપ સરપંચ પંચોલ શાળાના સ્ટાફ તથા વન વિભાગનો સ્ટાફ પંચોલ ગામના આગેવાનો, વડીલો, ગ્રામજનો શાળાના વિધાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જેમા આચાર્ય દ્વારા સ્વાગત પ્રવચન, પ્રાસંગિક ઉદબોધન ૠષિભાઇ ગામીત તથા ખાતાકિય યોજનાની માહિતી બીટગાર્ડ એલ.એસ. ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધન પ્રમુખ બચુભાઇ ડી. કોકંણી દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. રેંજ ફોરેસ્ટ ઓફિસર એચ.એસ. ચૌધરી દ્વારા ખાતાકીય યોજના, ખેડુતલક્ષી સહાય યોજનાઓ,પર્યાવરણની જાળવણી, વૃક્ષોનુ વાવેતર,ગ્લોબલ વર્મિંગ, અને વન ચેતના કેન્દ્, તાડકુવા ખાતે લાયબ્રેરી ચાલુ કરવામા આવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે વૃક્ષરથને લીલી ઝંડી આપી રોપા વિતરણ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, ડોલવણ તાલુકામા ચાલુ વર્ષમાં કરવામાં આવેલ ખેડુતલક્ષી ફાર્મ ફોરેસ્ટ્રીની વિવિધ યોજનાઓ જેમાં એફ.એફ 15000 રોપા, વૃક્ષખેતી 10000 રોપા એગ્રો ફોરેસ્ટ્રી 4000 રોપા અને 51200 રોપા ખેડુતોના ખેતરોમાં અનુક્રમે કાકડવા, કસવાવ, પીપલવાડા, ગડત, રામપુરા ધંતુરી ખાતે વાવેતર કરવામા આવ્યા છે.

ગત માસમાં મેરી મીટ્ટી મેરા દેશ અન્વયે 44 ગામોમાં 4400 રોપા વાવેતર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગ્રામપંચાયતોને 29,600 રોપા વિના મુલ્યે સ્કુલ પંચાયતો ખેડુતોને ગ્રામ્ય કક્ષાએ વિતરણ કરવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button