નર્મદા

ડેડીયાપાડાના ખુરદી ગામે પૂર્વ સરપંચે તકલાદી રોડ બનાવી દીધો

ગ્રામજનોએ વહીવટી મંજુરી વગર રોડ બનાવાયોનો આક્ષેપ કર્યો

ડેડીયાપાડાના બેસણા ગ્રુપ ગ્રામ પંચાયતના ખુરદી ગામમાં પૂર્વ સરપંચે વહીવટી મંજુરી વગર તકલાદી રોડ બનાવી દેતા પુર્વ સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવા ગ્રામજનોએ માગ કરી હતી.

ડેડીયાપાડાના ખુરદી ગામે પટેલ ફળિયામાં આર.સી.સીનો રસ્તો બની રહ્યો છે, હાલમાં લગભગ 100 મીટર જેટલો રસ્તો બની ગયો છે. ત્યારે ગામના જ મથુર વસાવાએ તકલાદી રસ્તાની પોલ ખોલી કાઢી છે. મથુર દેવજી વસાવાએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, અમારા ગામના પટેલ ફળીયામાં પૂર્વ સરપંચ ખાનસિંગ વસાવાએ વહીવટી મંજુરી વગર આર.સી.સી રોડની કામગીરી ચાલુ કરી દીધી છે, 100 મીટર જેટલો રસ્તો લોખંડના સળિયા નાખ્યા વગર અને પુરતા પ્રમાણમાં સિમેન્ટ, રેતી, કપચી નાખ્યા વગર બનાવી દીધો છે. પેહલા રોડ બનાવી દેવાનો અને પછી વહીવટી મંજુરી આપી બીલ પાસ કરાવી દેવાનું એવું અહીંયા ચાલે છે. વહીવટી મંજુરી વગર રોડ બની રહ્યો છે તો કામ કેમ બંધ ન કરાવ્યું. અમારા ગામમાં હેડપંપ રીપેરીંગ કામ કર્યું એમાં પણ લીકેજ પાઇપો નવી નાખવામાં આવી નથી, ગટર બનાવીએ પણ તકલાદી બનાવી છે એક જ વર્ષમાં તૂટી ગઈ છે.

આ બાબતે બેસણા ગ્રુપ ગ્રામ પંચાયતના વહીવટદાર તલાટી વસંતભાઈએ જણાવ્યું હતું કે, અમે આ રોડ બનાવવાની વહીવટી મંજુરી આપી નથી, એ બાબતે મેં ડેડીયાપાડા ટીડીઓને જાણ કરી હતી. તમે કામ કેમ બંધ ન કરાવ્યું એ બાબતે જણાવ્યું હતું છતાં કામ બંધ કર્યું નથી.

Related Articles

Back to top button