રાજકોટ

રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા એક્શન, મનપાના ચાર અધિકારીઓની ધરપકડ, વધુ 4 સામે ફરિયાદ

રાજકોટ અગ્નિકાંડ કેસમાં કાર્યવાહી: TPO એમ.ડી.સાગઠીયા, ATPO મુકેશ મકવાણા અને ATPO ગૌતમ જોશીની ધરપકડ કરાઈ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં કાર્યવાહીનો રેલો ચાર અધિકારીઓ સુધી પહોંચ્યો છે. TPO એમ.ડી.સાગઠીયા, ATPO મુકેશ મકવાણા અને ATPO ગૌતમ જોશીની ધરપકડ કરાઈ છે.

ચાર અધિકારીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી

અત્રે જણાવીએ કે, ફાયર સ્ટેશન ઓફિસર સહિતની અધિકારીઓની ધરપકડ કરાઈ છે. અગાઉની ફરિયાદમાં ચાર અધિકારીઓના નામોનો ઉલ્લેખ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, 2023ના સપ્ટેમ્બર મહિનામાં TRP ગેમઝોનમાં આગનો બનાવ બન્યો હતો. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા.

અગાઉ ફક્ત નોટિસથી સંતોષ માન્યો હતો

અગાઉ 2023ના TPO એમ.ડી સાગઠીયાએ બાંધકામ તોડવા નોટિસ આપી હતી અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માન્યો હતો. જો કે, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સ્ટ્રકચર તોડી પાડવામાં આવ્યું નહોતુ.

અધિકારીઓનો પૂછપરછ કરાઈ હતી

આપને જણાવીએ કે, SITએ પૂર્વ TPO એમ.ડી.સાગઠીયા અને ફાયર ઓફિસર બી.જે.ઠેબાની પૂછપરછ કરી હતી. તો સસ્પેન્ડેડ અધિકારીઓની પણ પૂછપરછ કરાઈ હતી. ટાંકીએ કે, આ દૂર્ઘટનામાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જવાબદાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરાઈ રહી છે.

Back to top button