ઉમરપાડાગુજરાતદક્ષિણ ગુજરાતબ્લોકરાજ્યસુરત

ટામેટાં મફત આપીને, આદિવાસીઓમાં “ખજૂરભાઈ” તરીકે ઓળખાતા અર્જુનભાઈ વસાવા

ડેડિયાપાડાનો અર્જુન વસાવા રોજ ગરીબોને ૫ હજાર રૂપિયાનાં ટામેટાં આપે છે

ટામેટાં એ સર્વાધિ શાક કહેવાઈ છે. તેને હાર કોઈ પસંદ કરે છે. આજકાલ લોકો શાકભાજી લેવા જાય ત્યારે માંડ માંડ વધુમાં વધુ ૨૫૦  ગ્રામ ટામેટાંની ખરીદી કરે છે. એવું એટલા માટે થાય છે, કેમ કે હાલમાં ટામેટાં ઘણાં મોંઘાં થઈ ગયાં છે. બજારમાં સરેરાસ ૧૫૦થી ૨૦૦ રૂપિયા રૂપિયા સુધી કિલોના ભાવે ટામેટાં મળે છે. ખાસ કરીને  ગરીબ પરિવારને ટામેટાંની ખરીદી કરવી હોય તો ૧૦૦ વાર વિચારવું પડે છે. દેશભરમાં ટામેટાંના ઊંચા ભાવ હાલમાં ગરમ મુદ્દો બન્યો છે. જોકે હવે ફાસ્ટ ફૂડ કંપનીઓ પણ ટામેટાંના ભાવથી કંટાળીને પોતાના પ્રોડક્ટમાં તેનો સમાવેશ નકાર્યો છે.  ત્યારે આવા ભડકે બળતા ટામેટાંના ભાવ વચ્ચે એક આદિવાસી  યુવકનો અનોખો સેવાયજ્ઞ જોવા મળ્યો છે. હા, વાચક મિત્રો, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામના ૨૮ વર્ષીય ગરીબ આદિવાસી યુવક કે જે ઉમરપાડાના કેવડી બજારમાં રોજિંદા ૨૦ થી ૨૫ કિલો ટામેટાંની ખરીદી કરે છે અને ત્યાં જ ગરીબ પરિવારોને વિનામૂલ્યે એનું વિતરણ પણ કરે છે.

અર્જુન વસાવા એક ગરીબ પરિવારમાંથી આવે છે, જેથી તે સારી રીતે ગરીબની વેદના જાણે છે. ગરીબોની દશા રોટી-કપડાં અને મકાન પર નભેલી હોય છે. અને તેમાં પણ રોટી વિષયમાં તો “ટામેટાં” મહત્વના હોય છે. ટામેટાંના ભાવ વધતાં ગરીબો માટે ટામેટાં ખરીદવા મુશ્કેલ બની ગયાં છે, જેથી અર્જુન વસાવા એ સ્થાનિક ખેડૂતો પાસેથી ટામેટાંની ખરીદી કરી ગરીબ લોકોને વિતરણ કરવાનું નક્કી કર્યું છે. અર્જુન વસાવાને આ પ્રેરણા ગુજરાતના પ્રખ્યાત યુટ્યૂબર અને સમાજસેવા સાથે જોડાયેલા ખજૂરભાઈ થી મળી છે. 

અર્જુન વસાવા ખેડૂત પાસેથી ટામેટાંની ખરીદી કરી, ગરીબોને વિતરણ કરે છે  
આ અનોખો સેવાયજ્ઞ ચલાવી રહેલા અર્જુન વસાવાએ જણાવ્યું હતું કે,  “નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામનો હું રહેવાસી છું. મારું નામ અર્જુનભાઈ છનાભાઈ વસાવા છે. હું જે ટામેટાં ગરીબ લોકોને વિતરણ કરું છું એ ખેડૂત પાસેથી ખરીદી કરું છું. હાલમાં ટામેટાંનો ભાવ ૧૫૦ થી વધીને ૨૦૦ સુધી પહોંચી ગયો છે. ભાવ વધે એનો હું વિરોધ નથી કરતો, પણ ગરીબ માણસો ટામેટાંની ખરીદી કરીને ખાઈ નથી શકતા.”

અર્જુન વસાવા – ‘હું કોઈ જ બિઝનેશ કે નોકરી  નથી કરતો’
તેણે વધુમાં જણાવતાં કહ્યું, “હું પણ એક ગરીબ પરિવારમાંથી છું, એટલે મારાથી જેટલું બને છે એટલું હું કરું છું. હું રોજ ખેડૂત પાસેથી ૨૦ થી ૨૫  કિલો ટામેટાં લઉં છું અને ત્યાં જ ગરીબ લોકોને આપું છું. લોકો ખુશ થાય ત્યારે મને ખૂબ આનંદ થાય છે. આપણા ગુજરાતના ગૌરવ ખજૂરભાઈથી પ્રેરિત થઈ હું આ બધું શીખ્યો છું. મારાથી જેટલી મદદ થશે એ હું કરતો રહીશ. હું કોઈ જ ધંધો નથી કરતો, માત્ર ખેતી કરું છું. ખેતીમાં જેટલું કમાઈશ એ પ્રમાણે ગરીબને દાન કરતો રહીશ.”

હાલમાં ટામેટાંના ભાવ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા સુધી પહોંચ્યા છે 
હાલ વરસાદી સીઝનનાં પગલે દેશભરમાં ટામેટાંના ભાવ આસમાન આંબી ૧૫૦ થી ૨૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે, જેથી ગરીબ પરિવારો માટે રસોઇના રાજા ટામેટાં ખાવા માટે દુશ્મન બન્યો હોય એવું જોવા મળી રહ્યું છે. ઊંચા ભાવોને પગલે ભલભલાનું બજેટ ખોરવી નાખનારાં ટામેટાંના વિક્રમસર્જક ભાવોના પગલે અને મોંઘવારીના માર વચ્ચે ગરીબ લોકોએ ટામેટાંથી અળગા રહેવાનું શરૂ કર્યું છે. ત્યારે આ મોંઘાદાટ ટામેટાં દરેક ગરીબ પરિવારના રસોડા સુધી પહોંચે એ માટે ડેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામના એક ગરીબ ખેડૂત પરિવારના ૨૮ વર્ષીય આદિવાસી યુવકે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે, જે હાલ સમગ્ર ઉમરપાડા તાલુકામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

અર્જુન વસાવા આદિવાસીઓનો હીરો બન્યો
મોસ્કુટ ગામે રહેતા અર્જુનભાઈ વસાવા નામનો યુવક ગરીબ પરિવારોની વહારે આવી નાના વેપારીઓ અને ખેડૂતો પાસેથી રોજ ૧૫૦થી ૨૦૦ રૂપિયા સુધી મોંઘાં ટામેટાંની ખરીદી કરે છે. ત્યાં જ થેલીમાં ભરી ગરીબોને વિનામૂલ્યે એનું વિતરણ પણ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાંનું વિનામૂલ્યે વિતરણ કરતો અર્જુન વસાવા ગરીબ પરિવારો માટે એક હીરો સમાન બનતો જોવા મળી રહ્યો છે.

અર્જુન વસાવાને લોકો ખુશી ખુશી ટામેટા સ્વીકાર કરી આશીર્વાદ આપે છે
આ યુવક માંડ માંડ ગુજારો કરતા ગરીબ પરિવારો માટે સેવાનો મસીહા સમાન બન્યો છે. અર્જુન વસાવા કોઇપણ જાતની પ્રસિદ્ધિ અથવા સ્વાર્થ વિના ગરીબોને ટામેટાંનું વિતરણ કરી આદિવાસી પટ્ટીના ગરીબ પરિવારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મોંઘવારીની માર સામે ઝઝૂમી રહેલા લોકોની વહારે આવવાનું કહેવાતા નેતાઓ અને સરકાર સામે એક બોધપાઠ બન્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ગરીબ પરિવારનો ખેડૂત દીકરો રોજ બજારમાં ફરી ટામેટાંનું વિનામૂલ્યે વિતરણ કરે છે. લોકો પણ કાગડોળે પ્રતીક્ષા કરી હોશે હોશે સેવાયજ્ઞ રૂપી ટામેટાંનો સ્વીકાર કરે છે અને આશીર્વાદ આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button