નર્મદા

રાણીપુર ગામે ગમ્મખવાર એક્સીડન્ડ, વધુ સારવાર કરવા રીફર કરાતાં રસ્તે મૃત્યું

ગ્રામ્યવિસ્તારોમાં અકસ્માતથી નવયુવાનોના મૃત્યુનું વધુ પ્રમાણ, દારૂ, ગાંજા અને ધુમ્રપાનની વ્યાપક અસર

સાગબારા તાલુકાના રાણીપુર ગામથી ૬૦૦ મિટરના અંતરે બે ટુ-વ્હીલ ધારકો સામ સામે અથડાતાં એક ચાલકને ગંભીર ઈજાઓ પહોચતાં એમ્બ્યુલન્સ ૧૦૮ ને જાણ કરાતાં સાગબારા પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે આગળ મોકલવામાં આવ્યાં હતાં.

પ્રાપ્ત માહીતી અનુસાર તા.૩ ફેબ્રૂઆરી ૨૦૨૪ ના રોજ સાંજે રાણીપુર ગામથી નવાંગામ તરફ ટુ-વ્હીલર ચાલાક મોટર સાયકલ નંબર-GJ 22-B-4743 જઈ રહ્યાં હતાં. તે અરસામાં નવાગામ તરફથી પુર ઝડપે અને ગફલતભરી રીતે ટુ-વ્હીલર મોટર સાયકલ નંબર-GJ 26 AG 2130 હંકારી બે મોટર સાયકલ સવારોએ સાંજે ૬-૩૦ GJ 22-B-4743 ને જબરજસ્ત ટક્કર મારતાં GJ 26 AG 2130 ના ચાલાક કોલવાણ ગામના રહીશ ધનસુખભાઈ ભરતભાઈ વસાવા ઉંમર -૧૯ ને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમના ઘુંટણથી નિચે બંન્ને પગમાં ફેક્ચર તથા માથામાં ગંભીર ઈજાઓ પહોચી હતી. તે દરમ્યાન ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતાં વધુ સારવાર ર્અથે ખસેડાયા હતાં. પરંતુ ઈજાઓ બહુ જ ગંભીર હોવાને કારણે અકસ્માતના લગભગ ૧૮ કલાક બાદ ઈજા પામનાર ધનસુખભાઈ ભરતભાઈ વસાવાનું અવસાન થયુ હતું.

આજે ગ્રામીણ વિસ્તારોમાં અકસ્માતના જેટલા પણ બનાવો બની રહ્યાં છે. તેમાં મોટાભાગના નવયુવાનોનો મોતના આંકડાઓ વધી રહ્યાં છે .કેમ કે નવયુવાનોમાં દારૂ ,ગાંજો અને સિગારેટ જેવી નશાકારક વસ્તુઓનો ઉપયોગ કરવાનો વ્યાપ વધી રહ્યો છે. જે સમાજ ચિંતકોએ ચિંતન કરી આવા વ્યસનો ઓછા થાય અથવા સદંતર બંદ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button