માંડવી

આ છે માંડવી તાલુકાના સરકારી તંત્રની પ્રીમોન્સૂન કામગીરી: પહેલા વરસાદે જ માંડવી તાલુકાના ગાંગપુર હર્ષદ ગામે વરસાદી પાણીનો ભરાવો

ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયત વરસાદ આવે એના પહેલા કેમ રસ્તા નહીં બનાવતું? કેમ લોકોને અગવાડતાનો અહેસાસ કરાવે છે? તાલુકા કક્ષાએ સરસ મઝાના ફરવા-ફરવા-ચાલવા અને દોડવા માટે રસ્તા અથવા ટ્રેક બનાવી શકતા હોય તો સરકારી તંત્રને ગામડાઓમાં લોકોના આવન-જાવન રસ્તા કેમ નહીં યાદ આવતા?

માંડવી તાલુકામાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે ગામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા સામે આવી હતી.

માંડવી તાલુકાના ગાંગપુર હર્ષદ ગામે ખાબકેલા વરસાદથી પટેલ ફળિયામાં પાણી ભરાયાં છે. પાણી ફરી વળતા આ રોડ પર કાદવ કીચડ વધી જતાં વાહન વ્યવહારોની અવર-જવરમાં લોકોની હાલાકીમાં વધારો થયો છે. આવનારા દિવસો સાર્વત્રિક વરસાદના પગલે પાણી ઘરોમાં ભરાવવાની લોકોમાં ભય સતાવી રહ્યો છે, જેથી લોકો દ્વારા યોગ્ય પગલાં લેવાની માગ થઈ રહી છે, જેનાથી પાણીનો યોગ્ય નિકાલ અથવા રોડ પર પુરાણ કરવામાં આવે તો વાહન ચાલકોને રાહત થઈ શકે તેમ છે હાલમાં પાણીનો નિકાલ ન થતાં તેનો ભોગ બનીને નજારો જોઈ રહ્યા છેપાણીનો ભરાવાના નિકાલના અભાવે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ગામ પંચાયતની ચૂંટણી બાકી હોય અને વહીવટદારના હેઠળ ગામની દોર હોય તો ગામજનો રજૂઆત કેવી રીતે કરે તેવી દુવિધામાં જોવા મળી રહ્યા છે.

Related Articles

Back to top button