નર્મદા

નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના ખડગદા ગામે પ્રથમ બાલિકા પંચાયતની રચના

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ખડગદા ગામે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત પ્રથમ બાલિકા પંચાયતની રચના સંબંધી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પંચાયતની રચના માટે સામાન્ય રીતે પંચાયતી રાજ અધિનિયમ હેઠળ સામાન્ય ચૂંટણી થાય છે. તેવી જ પ્રક્રિયા અનુસરી વહીવટી તંત્ર પાસેથી માહિતી મેળવી આ બાલિકા પંચાયત રચના માટે સામાન્ય ચૂંટણી 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર ઓફ વિમેન ટીમ, પીબીએસસી ટીમ તથા એજ્યુકેશન વિભાગ શાળાના આચાર્ય અને સ્થાનિક મુળ પંચાયત સરપંચ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ગામની 11 વર્ષથી લઈને 18 વર્ષ ઉંમરની તમામ દીકરીઓનું એક મતદાર મંડળ તૈયાર કરી તે દીકરીઓમાંથી સરપંચ પદ કે સભ્ય પદ માટે ફોર્મ ભરાવી ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખેલા તથા ગામમાં મુખ્યત્વે 7 વોર્ડમાં વોર્ડ મુજબ 23 સભ્ય તરીકે અને 4 સરપંચ પદે ઉભા રહેલા, સ્કૂલના મુખ્ય શિક્ષક ચૂંટણી અધિકારી તરીકે સેવા આપી ફોર્મ મંજૂર નામંજૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુપ્ત મતદાન મુળ ચૂંટણી પ્રક્રિયાની જેમ ચૂંટણી પ્રક્રિયા કરી હતી. તમામ સભ્યો વચ્ચે મત ગણતરી કરી વિજેતા સરપંચ તથા સભ્ય ઉમેદવાર જાહેર કરવામાં આવ્યું. આમ બાલિકા પંચાયતની પ્રથમ ચૂંટણી પ્રક્રિયા દ્વારા રચના કરી બીબીબીપી યોજના અંતર્ગત નેત્રુત્વ, શિક્ષણ, સહભાગીતા તથા આગામી મહિલાઓ માટે સાંસદથી વિધાનસભા, પંચાયત માટે આગામી સમાન અવસર આપતા અધિનિયમ મુજબ જાગૃતીકરણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button