ગુજરાત

જેટકોની રદ થયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર

છ જગ્યાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવાશે

જેટકો વિદ્યુત સહાયકોની પરીક્ષા ગેરરિતીના કારણે રદ્દ કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 7 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજાશે. રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે તો 28 અને 29 ડિસેમ્બરે પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ લેવાશે. ભારે વિરોધ બાદ હવે આ પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે.

માર્ચ મહિનામાં લેવાઈ હતી પોલ ટેસ્ટની પરીક્ષા

રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનના ઉમેદવારોએ વડોદરા GETCO કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કચેરીના ગેટ બહાર ધરણા પર બેસી કર્યા દેખાવો કર્યા હતા. આ પરીક્ષા પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા 06.03.2023 થી 13.03.2023 તથા લેખિત પરીક્ષા 09.09.2023 ના રોજ યોજાઇ હતી. જેમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટમાં 5400 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉત્તીર્ણ થયેલા 1224 ઉમેદવારોના મેડિકલ થયા અને નિમણુંક પત્રો રોકી રાખ્યા હતા.

19મી ડિસેમ્બર ભરતી રદ કરી નાખી

ત્યાર બાદ 19 મી તારીખે અચાનક જેટકોની વેબસાઈટ પરથી મેરીટ લીસ્ટ અને પરિણામ ડીલીટ કરી ભરતી રદ કરવાની નોટિસ મૂકવામાં આવી હતી. જેને લઈને 48 કલાકમાં ન્યાય નહીં મળે તો ઉમેદવારો અનિચ્છનીય પગલું ભરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ન્યાય માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન અને જરૂર પડ્યે વિધાનસભાનો ઘેરાવો પણ કરવામાં આવશે તેમ નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button