વલસાડ

અજબ ગજબનું ગુજરાત: ગુજરાતનું એવું ગામ જે બે રાજ્યોમાં છે વહેંચાયેલું, અડધું ગુજરાતમાં તો અડધું મહારાષ્ટ્રમાં કરશે મતદાન

એવું જ એક ગામ છે રાજ્યના છેવાડે આવેલ વલસાડના ઉમરગામનું ગોવાડા ગામ. આ ગામના એક જ ફળિયામાં સાથે રહેતા લોકોનો મતદાન અલગ અલગ રાજ્યમાં આવે છે.

ગુજરાતનું એક ગામ જે બે ભાગમાં અને બે રાજ્યમાં વહેંચાયેલું છે. અને જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ ગામની ચર્ચા જરૂરથી થાય છે. કારણ કે, આ ગામમાં બે અલગ-અલગ તબક્કામાં મતદાન યોજાય છે અને મતદારો પણ બે ફાટામાં વહેંચાઈ જાય છે.

ગોવાડા ગામ બે રાજ્યો વહેંચાયેલું છે

સરહદને લઈને ગોવાડા ગામના લોકો વર્ષોથી પરેશાન છે. મોટા ભાગના ગામમાં સુવિધાઓ ગુજરાત સરકાર પુરી પાડે છે.. છતાં સરહદને લઈને અનેક પરિવારોને ગુજરાત સરકારની યોજનાઓનો લાભ નથી મળતો. ગોવાડા ગામના નવીનગરી વિસ્તારમાં રહેતા એક જ શેરીના લોકો મતદાન વખતે વહેંચાઈ જાય છે. કેટલાક લોકો ગુજરાતની વલસાડ લોકસભા બેઠક વખતે સાતમી તારીખે મતદાન કરશે તો તેમના જ કેટલાક પડોશીઓ ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે. આમ એક જ ફળિયામાં રહેતા બે પડોશીઓ માટે મતદાન વખતે ન માત્ર લોકસભાની બેઠક પરંતુ આખું રાજ્ય જ બદલાઈ જાય છે. આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ ગુજરાતની મળે છે. પરંતુ અહીં હજુ પણ કેટલાક એવા પરિવારો છે જેમનું મતદાન મહારાષ્ટ્રમાં છે.

જોકે આ સરહદી વિવાદ તો વર્ષોથી ચાલ્યો આવે છે. અને તેનું નિવારણ ભવિષ્યમાં ક્યારે આવે છે તે પણ ખબર નથી.. પરંતુ હાલ તો એજ સ્થિતિ છે કે, આ ગામના લોકો બે રાજ્યની વચ્ચે વર્ષોથી સરહદને લઈને ફસાયેલા છે.

Related Articles

Back to top button