નર્મદા

લીલોતરી પલ્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ની 8મી વાર્ષિક સાધારણ સભાની ભવ્ય ઉજવણી

13 સપ્ટેમ્બર 2023ના રોજ ઉભારિયા ગામ ખાતે લીલોતરી પલ્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ની 8મી વાર્ષિક સાધારણ સભા 2023નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન એવા UPL કંપનીના CSR હેડ શ્રી સમાકાંતભાઈ અને આગા ખાન સંસ્થામાંથી એરિયા મેનેજર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા તથા માર્ગદર્શન અને પ્રોત્સહન પૂરું પાડ્યું હતું.

સાધારણ સભાના પ્રમુખ તરીકે કમીનાબેન ભિમસિંગભાઈ વસાવાની નિમણુંક થતા મહિલા મંચના બહેનો દ્વારા ધરતી વંદનાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી. ત્યારબાદ 2023-24 વર્ષની સાધારણ સભાના ઠરાવોનું વાંચન અને 2023-24 નું આયોજન FPO ના CEO હરપાલભાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યો. અને નાણાંકીય બાબતોની રજુઆત વિજભાઈ વસાવા એ 2022-23 વિસ્તૃત રીતે રજૂ કરી હતી.

ઉપરાંત પશુપાલન વિભાગ, મિશન મંગલમ, ખેતીવાડી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આગેવાન ખેડૂત બહેનોમાં FPOના ચેરમેન શ્રી સુનિતાબેન, ઉષાબેન, કમીનાબેન એ પણ પોતાના અનુભવો અને ખેડૂતો ને માહિતી પૂરી પાડી હતી. અંતે FPO ના ચેરમેન શ્રી દ્વારા આભારવિધિ કરી આજની સભા નું સમાપન કરવામાં આવ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button