ગુનોતાપી

ટીચકપુરા ગામે પાસે જાનૈયા ભરલો ટેમ્પો પલટી જતાં વરરાજાની માતાનું મોત

વ્યારા તાલુકાના ટીચકપુરા ગામની સીમમાં સર્કલ પાસે ધોરીમાર્ગ 53 પર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં રોડ વચ્ચે ડિવાઇડર પર ચડી ગયેલ પીક અપથી વરરાજાની માતાને ગંભીર ઈજા થતાં કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક જાનૈયાને ગંભીર ઇજા પહોંચી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આણંદના ખંભાત તાલુકાના અકબરપુર ગામે મોહસીન અનવરભાઈ વ્હોરા (33)ના લગ્ન નંદુરબારની યુવતી સાથે નક્કી થતાં ગત તા.14/12/23નાં રોજ સવારે આશરે 5 વાગ્યાના અરસામાં તેઓ પોતાની માતા તથા પરિવારનાં સભ્યો સાથે નંદુરબાર ખાતે લગ્ન કરવાં પીક અપ ગાડી નં. (GJ 23 AT 1041) ભાડે કરી તા.15/12/23નાં રોજ સવારે નંદુરબાર ગયાં હતા. લગ્ન કરી નંદુરબારથી સાંજે આશરે 5.30 વાગ્યાનાં અરસામાં પોતાના વતન તરફ આવવા પરત થતાં હતા. તે વેળાએ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

પીક અપ ગાડી રોડની વચ્ચે ડીવાઇડર ઉપર ચડી જતાં પલ્ટી ગઈ હતી. જેમાં વરરાજાની માતા ઝયદાબેન અનવરભાઈ વ્હોરા પીકઅપ નીચે આવી જતાં તેમનું માથુ ફાટી ગયું હતુ. ગંભીર ઈજા થતા તેમનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. આરીફ ઉમરભાઈ વ્હોરાને સામાન્ય ઇજા થઇ હતી. 108માં આરીફભાઈ ઉમરભાઈ વ્હોરાને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button