ગુજરાત

ગુજરાત જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર, પરીક્ષાર્થીઓ આવી રીતે કરી શકશે ડાઉનલોડ

ગુજરાત જૂનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર કરી દેવાયા છે. ગુજરાત સબઆર્ડિનેટ સર્વિસ સેક્શન બોર્ડ (GSSSB)એ જૂનિયર ક્લાર્કની સાથોસાથ સીનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત અન્ય પદો માટે આયોજિત થનારી CCE એક્ઝામ માટે કોલ લેટર સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in પર રિલીઝ કરાયું છે. તેના માટે પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોર્ટલ પર જઈને તેને ડાઉનલોડ કરી લે.

તેના માટે તેમણે જરૂરી ડિટેઈલ્સ સબમીટ કરવી પડશે. આ સિવાય ઉમેદવારોની સગવડતા માટે નીચે સરળ સ્ટેપ્સ પણ અપાયા છે, જેને ફોલો કરીને ઉમેદવાર કોલ લેટરને ડાઉનલોડ કરી શકે છે.

GSSSB તરફથી જાહેર કરાયેલી સૂચના અનુસાર, ગ્રુપ A અને ગ્રુપ Bના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાશે. પરીક્ષા દરરોજ 4 શિફ્ટમાં કંડક્ટ કરાશે. પરીક્ષામાં સામેલ થવા જઈ રહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે હોલ ટિકિટની સાથો સાથ એક વેલિડ ફોટો આઈડી કાર્ડ પણ જરૂર લઈને આવે. આ સિવાય ઉમેદવારોને પરીક્ષામાં એન્ટ્રી નહીં મળે. પરીક્ષાર્થી આ એક્ઝામથી જોડાયેલી માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે.

કોલ લેટર કેવી રીતે કરશો ડાઉનલોડ?

  • સૌથી પહેલા ઉમેદવારો gsssb.gujarat.gov.in સત્તાવાર વેબસાઈટ ખોલે.
  • હવે હોમપેજ પર, કોલ લેટર સેક્શન પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલશે, તે લિંક પર ક્લિક કરો, જેમાં લખ્યું છે – GSSSB/202324/212 – Gujarat Subordinate Service, Class-3 (Group – A and Group – B) Combined Exam.
  • હવે, પોતાનો ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને લોગીન કરો અને સબમિટ કરો.
  • તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર જોવા મળશે. તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button