ગુજરાત

વિધાનસભામાં રજૂ કરાયું OBC અનામત બિલ, અધિનિયમમાં સુધારો કરતું વિધેયક

ગુજરાત વિધાનસભામાં OBC અનામત બિલ રજુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રોવિન્શિયલ મ્યુ. કોર્પોરેશન અધિનિયમ 1949ની કલમ 5 અને પેટા કલમ 6માં સુધારો કરતું આ વિધેયક હવે ગુજરાત વિધાનસભાના ટેબલ પર પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે કોર્પોરેશનમાં હવે 10 ટકાને બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો આ વિધેયકમાં કરવામાં આવ્યો છે. સાથે જ તમામ પ્રકારની અનામત 50 ટકા કરતા વધુ ના થાય તેની પણ જોગવાઈ આ સુધારા વિધેયકમાં કરવામાં આવી છે. સૌથી વધારે સુધારો ખાસ કરીને ગુજરાત પંચાયત અધિનિયમ 1993માં કરવામાં આવ્યો છે.

OBC લોકો માટે આશાનું કિરણ બન્યું બિલ

ગુજરાતના ઓબીસી કેટેગરીમાં આવતા લોકો માટે આશાનું કિરણ બનેલા સુધારા વિધેયકને આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી ઋષિકેષ પટેલ આ પ્રસ્તાવ લઈને આવ્યા છે. તેમણે 10 ટકા અનામતના 27 ટકા વધારો કરતું બિલ રજૂ કર્યું છે. આ બિલ મહાનગરપાલિકા, પાલિકા, ગુજરાત પંચાયતના અધિનિયમોમાં સુધારો કરશે. આપને જણાવી દઈએ કે આ બિલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામતને 27 ટકા કરવાની જોગવાઈ કરી રહ્યું છે. જોકે તેના કારણે એસસી-એસટીને મળતા અનામતના લાભને કોઈ અસર નહીં થાય. સાથે જ હોદ્દાઓમાં 50 ટકાની કુલ મર્યાદામાં પણ તેની અસર નહીં થાય તે રીતે 27 ટકા અનવામત OBC અનામત માટે રહેશે.

ચૂંટણી પહેલા OBC મતદારો થશે ખુશ

આ બિલ રજૂ કરવાની સાથે જ ચૂંટણી પહેલા પણ ભાજપનું કામ સરળ થાય તેવું માનવામાં આવી રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા OBC અનામતમાં વધારો કરવાનો આ નિર્ણય ચૂંટણી લક્ષી હોવાનું પણ રાજકીય પંડીતો માને છે. તેઓ આ કામને લઈ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે સાથે જ OBC સમાજમાં અનામતની આગને આ બિલને કારણે શાંત કરવાનું પગલું ગણાવે છે. ઉલ્લેખનીય છે કે આ સાથે જ કોંગ્રેસ અને આપ સહિતની અન્ય પ્રતિસ્પર્ધિ પાર્ટીઝને પણ હવે ચૂંટણી રણનીતિ બદલવી પડશે કારણ કે એક ઝાટકે ઓબીસી મતદારોને ખુશ કરી દેવાના આ નિર્ણયથી તેમના રાજકીય ગણિત ફરી જશે તે નક્કી છે. હવે પાછું OBC ને 17 ટકા વધુ બેઠકોનો લાભ પણ મળશે. જેથી OBC જનતાનું રાજકીયક્ષેત્રમાં પ્રભાવ વધશે તેવો અંદાજ છે. જોકે આ પ્રકારના દાવા કેટલા સાચા ઠરે છે તે આવનારો સમય બતાવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button