ગુજરાતરાજનીતિ

મોઢવાડિયા-અંબરીશનું કોંગ્રેસ છોડવાનું એક જ કારણ? 2024માં જ 10 નેતાઓની એક્ઝિટ

ગુજરાતમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર રાજીનામા આપીને ભાજપમાં જોડાયા છે.

2024નું વર્ષ કોંગ્રેસ માટે ભારે પડ્યું છે. ઓછામાં ઓછા 10 નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને કેસરિયો ધારણ કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને પડેલો આ મરણતોલ ફટકો છે. આગામી સમયમાં હજુ કોંગ્રેસને બીજા ફટકા પડે તો નવાઈ નહીં.

આજે બે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ

ગુજરાતમાં સિનિયર નેતા અને કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયાં છે. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગ્યાં છે. બે મોટા નેતાઓ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના સિનિયર નેતા અને કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેર રાજીનામા આપીને ભાજપમાં જોડાયાં છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા પાછળ બન્નેનું એક જ કારણ છે અને તે છે રામ મંદિર ઉદ્ધાટનમાં કોંગ્રેસના નેતાઓનું ન જવું.

શું બોલ્યાં અંબરીશ ડેર 

રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે 46 વર્ષીય અંબરીશ ડેરે કહ્યું કે 500 વર્ષ સુધી રાહ જોયા પછી, જ્યારે તે દિવસ આખરે આવ્યો અને આટલું ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસના નેતાઓનો મંદિરમાં ન જવાનો નિર્ણય યોગ્ય ન હતો. મેં તે સમયે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હું કોઈની ટીકા નથી કરતો. ભગવાન રામનું દરેક વ્યક્તિ દ્વારા સન્માન કરવામાં આવે છે અને એક રાજકીય પક્ષે બધાના આદરનું સન્માન કરવું જોઈએ. જ્યારે આવું ન થયું ત્યારે મેં કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો.

મોઢવાડીયાએ પણ કહ્યું હતું કે કોંગ્રેસે રામ મંદિર ઉદ્ધાટનનો બહિષ્કાર નહોતો કરવો જોઈતો

આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા બીજા મોટા નેતા અર્જૂન મોઢવાડીયાએ રામ મંદિર ઉદ્ધાટન બાદ કહ્યું હતું કે કોંગ્રેસે રામ મંદિર ઉદ્ધાટનનો બહિષ્કાર નહોતો કરવો જોઈતો. આને કારણે કોંગ્રેસની છાપ ખરાબ પડી છે.

કોંગ્રેસને બીજા ફટકા પડી શકે છે

રામ મંદિર ઉદ્ધાટન બહિષ્કાર કોંગ્રેસને ભારે પડી શકે છે. આગામી દિવસોમાં બીજા નેતાઓ પણ કોંગ્રસને રામ રામ કરી શકે છે.

ગુજરાતમાં 10 નેતાઓએ છોડી કોંગ્રેસ 

2024ના વર્ષમાં 10  મોટા નેતાઓ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયાં હતા જેમાં છેલ્લે આજે અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર પણ સામેલ છે.

  • સી જે ચાવડા
  • ચિરાગ પટેલ
  • ચિરાગ કાલરિયા
  • નારણ રાઠવા
  • સંગ્રામ રાઠવા
  • ઘનશ્યામ ગઢવી
  • બળવંત ગઢવી
  • જોઈતા પટેલ
  • અંબરીષ ડેર
  • અર્જુન મોઢવાડિયા

રાજીનામું આપવા પાછળ મોઢવાડિયાના કારણો 

  • કે સી વેણુગોપાલે ગુજરાત બાબતે લીધેલા નિર્ણયો અંગે નારાજગી
  • વિપક્ષના નેતાની પસંદગી વખતે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા
  • વિધાનસભા ચૂંટણી પછી મોઢવાડીયા પક્ષમાં નિષ્ક્રિય હતા
  • જગદીશ ઠાકોર બાદ પ્રદેશ પ્રમુખ નક્કી થયા ત્યારે વિશ્વાસમાં ના લેવાયા
  • રામ મંદિરના મુદ્દે પક્ષના નેતાએ લીધેલા નિર્ણય સામે નારાજગી
  • શક્તિસિંહ ગોહિલ જૂના મિત્ર હોવા છતાં અસહમતી
  • ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવા સામે નારાજગી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button