ગુજરાત

વિધાનસભા અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત વિધાનસભા ગૃહમાં બાલિકા દિવસની અનોખી ઊજવણી કરવાનો નિર્ણય

જાન્યુઆરીએ વિધાનસભાની સંપૂર્ણ કામગીરી બાલિકાઓ સંભાળશે

  • 24મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની અનોખી ઉજવણી
  • ગાંધીનગર સ્થિત વિધાનસભા ગૃહમાં અનોખી રીતે ઉજવણી
  • બાળકીઓ દ્વારા ગૃહની કામગીરીનું કરવામાં આવશે સંચાલન

24 જાન્યુઆરી 2024 બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત સરકારે અનોખી ઊજવણી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભાની અંદર બાલિકાઓ દ્વારા કાર્યવાહી ચલાવવામાં આવશે અને તમામ સંચાલન પણ તેમના દ્વારા કરવામાં આવશે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા અને મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા સંયુક્તપણે આ આયોજન કરવામાં આવ્યું છે.

અધ્યક્ષ શંકર સિંહ ચૌધરીએ કહ્યું કે-  24 જાન્યુઆરીનાં રોજ બાલિકા દિવસની ઊજવણી ગુજરાત વિધાનસભા તેમજ રાજ્ય સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ગુજરાત વિધાનસભામાં ગૃહની અંદર જે રીતે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય છે તેવી કાર્યવાહી બાલિકાઓ દ્વારા કરવામાં આવે અને સંચાલન પણ બાલિકાઓ દ્વારા કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે હાજરી

ઉજવણીને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી આપતાં કહ્યું કે – કાર્યક્રમનું ઉદ્ગાટન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે જ્યારે  મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુમતિબેન બાબરિયા પણ હાજર રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button