IPL 2024

GTvKKRની મેચ રદ્દ: વરસાદે ટીમ ગુજરાતની આશા પર પાણી ફેરવ્યું, પ્લેઓફની રેસમાંથી GT બહાર

મેચ ધોવાઈ ગયા બાદ ગુજરાતની ટીમના સુકાની શુભમન ગિલની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ ટીમ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 સીઝનમાં આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મેચ યોજાવાની હતી, જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ વરસાદના કારણે ટોસ થઈ શક્યો ન હતો.મેચ ધોવાઈ ગયા બાદ ગુજરાતની ટીમના સુકાની શુભમન ગિલની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ ટીમ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

ગુજરાતની ટીમ 8માં નંબર પર

ગુજરાત ટાઇટન્સ માટે આ કરો યા મરો હરીફાઈ હતી. ગુજરાતે અત્યાર સુધી 13માંથી 5 મેચ જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. આ એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ રીતે ગુજરાતની ટીમ 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે.

કોલકાતાની ટીમે પહેલા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે

બીજી તરફ, શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી કોલકાતાની ટીમે પહેલા જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેણે અત્યાર સુધી 13માંથી 9 મેચ જીતી છે. તેણે મેચમાં હારનો સામનો કર્યો અને એક મેચ વરસાદમાં ધોવાઈ ગઇ . KKR 19 પોઈન્ટ સાથે ટોપ પર છે.

ગુજરાત અને કોલકાતા વચ્ચે ટક્કર

ગુજરાતની ટીમ 2022માં IPLમાં પ્રવેશી છે. આ તેની માત્ર ત્રીજી સીઝન છે. ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાત અને કોલકાતા વચ્ચે 4 મેચ રમાઈ છે. આ દરમિયાન ગુજરાતે 2 મેચ જીતી હતી. જ્યારે કોલકાતાએ માત્ર 1 મેચ જીતી છે. આ મેચ વરસાદથી ધોવાઈ ગઈ છે. આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે આ પ્રથમ ટક્કર હતી, જે થઈ શકી નહીં.

Related Articles

Back to top button