ગુજરાત

સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ થશે ભાજપ vs ભાજપ!

ગુજરાતમાં ઈફ્કો અને નાફેડની ચૂંટણીમાં હવે ઊંઝામાં પણ હવે ભાજપના બે જૂથો સામ સામે થયા છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા APMCના વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટરની મુદત આગામી 20 જૂનથી સમાપ્ત થઈ રહી છે.

ગુજરાતમાં ઈફ્કો અને નાફેડની ચૂંટણીમાં હવે ઊંઝામાં પણ હવે ભાજપના બે જૂથો સામ સામે થયા છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા APMCના વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટરની મુદત આગામી 20 જૂનથી સમાપ્ત થઈ રહી છે. ઊંઝા બજાર સમિતીની ચૂંટણી પહેલા મહેસાણા જિલ્લાનું પણ રાજકારણ ગરમાયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ APMCની સત્તા માટે વર્તમાન ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારણકાકાના બંને જૂથો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં ભાજપની સામે જ ભાજપનું બીજું ગ્રુપ પડતા રાજકારણ ગરમાયું છે.

વધુ એક ચૂંટણીમાં ભાજપના બે જૂથો આમને સામને!

હાલમાં જ ઈફ્કોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારને હરાવીને જયેશ રાદડિયા જીત્યા હતા. બીજી તરફ નાફેડની ચૂંટણીમાં પણ ભાજપના જ મોહન કુંડારિયા સહિત ભાજપના જ 5 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સહકારી આગેવાનોએ અન્ય ઉમેદવારોને મનાવી લેતા તેમણે ફોર્મ પરત ખેંચી લીધા હતા અને કુંડારીયા બિનહરીફ ચૂંટાયા હતા. આ વચ્ચે હવે ઊંઝા APMCમાં પણ ભાજપના બે જૂથો સામ સામે આવતા ફરી રાજકારણ ગરમાયું છે.

Related Articles

Back to top button