શિક્ષણ

ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, 24 જૂનથી 4 જૂલાઈ સુધી એક્ઝામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડેની ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કર્યો

રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાની લઈ મહત્વની અપડેટ સામે આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કર્યો છે.

ધોરણ-10ની પૂરક પરીક્ષા 24 જૂનથી લઈને 4 જૂલાઈ સુધી યોજાશે તો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 3 જૂલાઈ સુધી યોજાશે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 6 જૂલાઈ સુધી યોજાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ધોરણ-10(SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક-2024ની પરીક્ષા તા-24/06/2024થી તા 06/07/2024 દરમિયાન લેવાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલી છે. જેની વાલીઓએ, વિદ્યાર્થીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી.

Related Articles

Back to top button