IPL 2024

ગુજરાત ટાઈટન્સે મુંબઈ પાસેથી છીનવી લીધી જીત, 6 રને MIની હાર

ગુજરાતે ટાઇટન્સે પહેલી બેંટીંગ કરતા 20 ઓવરમાં 168 રન કર્યા હતા. જેમાં સુદર્શનના 45 રન અને ગિલના 31 રન મુખ્ય હતા..

આજે IPL 2024ની એ મેચ યોજાઇ ગઇ જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા… અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ સામ-સામે ટકરાયા હતા..જેમાં ગુજરાત ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયન્સને 6 રને હાર આપી હતી.

ગુજરાત ટાઇટન્સે 168 રન કર્યા હતા 

ગુજરાતે ટાઇટન્સે પહેલી બેંટીંગ કરતા 20 ઓવરમાં  168 રન કર્યા હતા. જેમાં સુદર્શનના 45 રન અને ગિલના 31 રન મુખ્ય હતા..  મુંબઇ વતી જસપ્રિત બુમરાહે માત્ર 14 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ગેરાલ્ડ કોએત્ઝીએ 2 અને પિયુષ ચાવલાએ 1 વિકેટ લીધી હતી.

જવાબમાં જીત માટે 169નો ટાર્ગેટ લઇ ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે મજબુત બેટીંગ બતાવી હતી.  રોહિત શર્માએ 29 બોલમાં 43 રન ફટકાર્યા હતા. જ્યારે ડિવાલ્ડ બ્રેવિશે  38 બોલમાં 46 રન ફટકાર્યા હતા. તિલક વર્માએ 19 બોલમાં 25 રન કર્યા હતા અને નમન ધીરે 10 બોલમાં 20 રન કર્યા હતા.જો કે અંતિમ ઓવર સુધી ચાલેલી ભારે રસાકસી બાદ મુંબઇ ઇન્ડિયન્સનો 6 રને પરાજય થયો હતો.

મહત્વપૂર્ણ છે કે બંને ટીમો આ સિઝનમાં નવા કેપ્ટન સાથે રમી રહી છે. ગુજરાતને ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા આ સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સમાંછે. , હાર્દિક પંડ્યાને  રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો છે..  ગુજરાતની ટીમમાંથી  હાર્દિક પંડ્યા મુંબઇની ટીમમાં ગયા બાદ તેમના સ્થાને શુભમન ગીલ કપ્તાની સોંપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button