દેશ

કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ભારતભરમાં 2024નું ગ્રાન્ડ વેલકમ

રંગબેરંગી રોશનીમાં ડૂબ્યો દેશ

ભારત સહિત અન્ય દેશોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના ઘણા ભાગોમાં લોકો નવા વર્ષની ઉજવણીમાં ડૂબ્યા છે. દરેક જગ્યાએ પાર્ટીઓ ચાલી રહી છે. લોકો નવા વર્ષને આવકારી રહ્યા છે.


  • ભારત સહિત વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી
  • જમ્મુ અને કાશ્મીરથી થાઈલેન્ડ સુધી નવા વર્ષની ઉજવણી
  • નવા વર્ષને લઈને ઠેર ઠેર લોકોમાં ભારે ઉત્સાહ 

ભારત સહિત અન્ય દેશોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના ઘણા ભાગોમાં લોકો નવા વર્ષની ઉજવણીમાં ડૂબ્યા છે. દરેક જગ્યાએ પાર્ટીઓ ચાલી રહી છે. લોકો નવા વર્ષને આવકારી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી માટે પંડાલો સજાવવામાં આવ્યા છે. જેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળે છે. કડકડતી ઠંડી છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. બીજી તરફ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ભવ્ય ગંગા આરતી કરવામાં આવી હતી.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શિમલાના મોલ રોડ ખાતે નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણીમાં હાજરી આપી હતી.

હિમાચલ પ્રદેશમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે શિમલાના મોલ રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગથી થાઈલેન્ડ સુધી નવા વર્ષની ઉજવણી
નવા વર્ષને આવકારવા માટે લોકો અલગ-અલગ જગ્યાએ ઉજવણી કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં લોકો સંગીતના તાલે નાચતા જોવા મળ્યા હતા, જ્યારે થાઈલેન્ડમાં ભારે ફટાકડા અને રંગોનો વરસાદ જોવા મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button