ગુનોમાંગરોળ

કોસંબા પોલીસમથકની હદમાં ઇંગ્લિશ દારૂની રેલમછેલ કરનાર બુટલેગર જેલમાં ધકેલાયો

કોસંબા પોલીસમથકની હદના કુંવારદા ગામે બાતમીના આધારે કોસંબાના નવા પીઆઈએ રેડ કરી વર્ષોથી ઇંગ્લિશ દારૂની રેલમછેલ કરનાર બુટલેગરને જેલમાં પૂર્યો હતો. જેથી ફાટીને ધુમાડે ગયેલા અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.


  • કુંવારદા પંથકમાં ઇંગ્લિશ દારૂની રેલમછેલ કરનારા બુટલેગરને જેલમાં ધકેલાયો
  • મહેશ વસાવા સામે કાર્યવાહી, 80 હજારનો મુદ્દામાલ કબજે કરાયો

 

કોસંબાના નવા પી.આઈ. જે.એન.બારોટે પોલીસમથકનો ચાર્જ સંભાળ્યા બાદ દારૂની રેલમછેલ કરી પોલીસ અધિકારીઓની નોકરી ખાઈ જનાર બુટલેગરો સામે લાલ આંખ બતાવી છે. છતાં પણ વર્ષોથી ફૂટેલી કારતુસ જેવા કેટલાક પોલીસકર્મીઓની પનાહમાં નજીકના કુંવારદા ગામે ઇંગ્લિશ દારૂની રેલમછેલ કરી ઇંગ્લિશ દારૂનો ધીકતો ધંધો કરનાર બુટલેગર મહેશભાઈ વસાવા ચોરીછૂપી હજી પણ ઇંગ્લિશ દારૂ વેચી રહ્યો છે એવી બાતમી પીઆઇને મળતાં પી.આઈ.એ જીઆરડી જવાનોને સાથે રાખી ઘટના સ્થળે રેડ કરી એક થેલામાં ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ રાખીને વેચનાર બુટલેગર મહેશભાઈ વસાવા અને રાજેશભાઈને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી મોપેડ મળી કુલ રૂ.૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બુટલેગરને જેલમાં પુરાતાં કોસંબા પંથકમાં ફાટીને ધુમાડે ગયેલા અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button