માંડવી

સુપડા-સાવરણીથી રોજ વાળવો પડે તેવો જર્જરિત માંડવીના સુપડી વિસ્તારથી કચેરીને જોડતો રોડ

ઉબડ ખાબડ માર્ગ પર સતત ઉડતી ધૂળથી વાહનચાલકો પરેશાન

  • ધૂળના લીધે શ્વાસ લેવામાં તકલીફ

  • હૃદય અને આંખની બીમારીઓને તંત્ર દ્વારા ખુલ્લેઆમ નિમંત્રણ

  • દરેક બાબતો દેખેતી હોવા છતાં તંત્રનું મૌન ધારણ

માંડવી નગરપાલિકા દ્વારા નિર્માણ કરાયેલા સુપડી વિસ્તારથી કચેરી રોડ હાલમાં અત્યંત બિસમાર હાલતમાં ફેરવાતાં નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ચોમાસા દરમિયાન કરાયેલ પુરાણ પછી હાલમાં ઉડતી ધૂળની ડમરીઓ નજરનોના સ્વાસ્થ્ય સામે જોખમી બની રહ્યું છે. ખાડાના કપચી દ્વારા પુરાણથી ટુ વ્હીકલ સ્લીપ ખાવાના સંજોગો વધ્યા છે. ધૂળના લીધે આંખ અને હૃદયના રોગો થવાની શક્યતાઓ વધી છે. અને તંત્ર આ તમાશો જોઈ રહી છે. રાહદારી દ્વારા વારંવાર સવાલો કરવામાં આવે છે પણ જ્યાં સુધી કોઈ અગમ્ય બનાવ ના બને ત્યાં સુધી તંત્રના પેટનું પાણી હળવાના સંજોગો દેખાઈ રહયા નથી.

માંડવી નગરનો મુખ્ય માર્ગ ગણાતો કચેરી રોડ ચોમાસા દરમિયાન અત્યંત ખખડધજ બની ગયો છે. જેના કારણે વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે, પરંતુ માર્ગ પરના ખાડા પુરવા માટી મિશ્રીત નંખાયેલ મટિરિયલ તથા કાદવ કીચડ સુકાતા રોડ પર જાણે ધૂળ પથરાય ગયાની સ્થિતિ સર્જાય છે. આખો દિવસ રાત રોડની ઉડતી ડમરીઓ સ્વાસ્થ્ય માટે જોખમી બની ગયું છે. ખાઉધર ગલીમાં લારી ગલ્લા પર આવતાં નગરજનોના આરોગ્ય સામે પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. નગરનો મુખ્ય માર્ગ પરતી અધિકારી- પદાધિકારીઓ વારંવાર પસાર થતા હોય છે. ત્યારે નગરજનોને તથા વાહનચાલકોને જર્જરિત માર્ગથી તથા ધૂળની ડમરીઓથી મુક્તિ મળે એ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે. મોર્નિંગ વોક કે ઈવનિંગ વોકમાં નીકળતાં નગરજનો માટે કચેરી રોડ ખુબ જ જોખમી બની રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button