શિક્ષણ

હવેથી PhDમાં એન્ટ્રી મેળવવા નહીં આપવી પડે પ્રવેશ પરીક્ષા, ડાયરેક્ટ મળી જશે એડમિશન, એ કઇ રીતે?

UGCએ PhDમાં પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર કર્યો, હવે જો તમે NETની પરીક્ષા પાસ કરી હશે તો તમને ઈન્ટરવ્યુના આધારે જ Phdમાં પ્રવેશ મળશે.

PhD Admissionને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ PhD  પ્રવેશમાં કેટલાક ફેરફારો કર્યા છે. PhDમાં એડમિશન લેવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર એ છે કે, હવે તેમણે Phdમાં પ્રવેશ માટે અલગ-અલગ યુનિવર્સિટીની પરીક્ષા આપવી પડશે નહીં પરંતુ તેમને NET સ્કોરનાં આધારે પ્રવેશ પણ મળશે.

UGC કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કાઉન્સિલની બેઠકમાં PhD પ્રવેશ માટેના નવા નિયમોને મંજૂરી આપવામાં આવી હતી. આ ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-2020 હેઠળ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, હવે NET પરીક્ષા પાસ કરનાર NET લાયકાત ધરાવતા ઉમેદવારોને જૂન 2024 થી ત્રણ કેટેગરીમાં પાત્ર ગણવામાં આવશે. નવા નિયમો અનુસાર NET પરીક્ષામાં જે ઉમેદવારો પર્સેન્ટાઈલ વધારે હશે. તેને કેટેગરી 1માં રાખવામાં આવશે.

આ ઉમેદવારોને આસિસ્ટન્ટ પ્રોફેસર, JRF અને PhD બનવા માટે લાયક ગણવામાં આવશે. ઉચ્ચ ટકાવારી ધરાવતા ઉમેદવારોએ માત્ર પીએચડીમાં પ્રવેશ માટે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે. એ જ રીતે, મધ્યમ પર્સેન્ટાઇલ ધરાવતા ઉમેદવારોને કેટેગરી 2 હેઠળ રાખવામાં આવશે, જેઓ મદદનીશ પ્રોફેસર અને PhDમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. આ પછી NET પરીક્ષામાં સૌથી ઓછા પર્સન્ટાઇલ મેળવનારા ઉમેદવારો આવે છે. તેઓને કેટેગરી 3માં રાખવામાં આવશે અને માત્ર Phdમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.

હવે કેવી રીતે મેળવી શકાશે PhD admissions?

શૈક્ષણિક સત્ર 2024-25થી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) સ્કોરના આધારે પીએચડીમાં પ્રવેશ પણ ઉપલબ્ધ થશે. પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિવિધ યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષાઓમાં હાજરી આપવાની જરૂર રહેશે નહીં.

PhD પ્રવેશ મેરિટ કેવી રીતે બનાવવામાં આવશે?

PhDમાં પ્રવેશ માટે NET પરીક્ષામાં લાયકાત મેળવનારા ઉમેદવારોના NET પર્સેન્ટાઇલને 70 ટકા વેઇટેજ આપવામાં આવશે, જ્યારે ઇન્ટરવ્યૂને 30 ટકા વેઇટેજ આપવામાં આવશે. નોંધનીય છેકે, કેટેગરી 2 અને કેટેગરી 3 બંને કેટેગરીમાં NET સ્કોર માત્ર એક વર્ષ માટે માન્ય રહેશે. મતલબ કે જો તે આ સમયગાળા દરમિયાન PhDમાં એડમિશન લઈ શકતા નથી તો તેને એક વર્ષ પછી તેનો લાભ મળી શકશે નહીં. આ પછી Phdમાં પ્રવેશ માટે વ્યક્તિએ ફરીથી નેટ પરીક્ષા પાસ કરવી પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button