સુરત

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વાવ SRP ગ્રુપ 11 ખાતે 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કર્યું

શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોનું સન્માન કરાયું

દેશનમાં આજે હર્ષલ્લાસપૂર્વક 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના વાવ SRP ગ્રુપ 11 ખાતે સુરત જિલ્લા કક્ષાનો ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ધ્વજવંદન બાદ તાલુકાના વિધાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોનું સન્માન કરાયું હતું.

હર્ષ સંઘવીએ 75મા ગણતંત્ર દિવસની સૌને શુભકામનાઓ આપી હતી અને આપણને છેલ્લા 10 વર્ષમાં કુરિવાજોમાં મોટી સફળતા મળી છે, યુવાનોને રમત ગમતના મેદાનોમાં પહોંચાડવા, માટીની રમતો જોડવી અને જે સામાજિક લડાઈઓ આપને સાથે મળી લડી રહ્યા છે એ આપણે આગળ વધવાની તેવું જણાવ્યું હતું. સાથે જ અયોઘ્યા યાત્રાએ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સબસીડી મામલે પણ જણાવ્યું હતું કે, 22મી જાન્યુઆરી દેશના ઇતિહાસનો સૌથી મોટો દિવસ છે. સૌ લોકોમાં રામચંદ્રજીના દર્શન કરવાનો ઉત્સાહ છે. વિશ્વાસ છે કે દેશના પ્રત્યેક નાગરિકો દર્શન કરી શકશે તે માટે સરકારની એક પછી એક વ્યવથાઓ પણ કરાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button