ગુજરાતગુનોદેશવિશ્વ

ગુજરાતથી ગેરકાયદે USAમાં ઘૂસવાનો હતો પ્લાન! ફ્રાંસમાં ફ્લાઇટ ડિટેન કરાયા બાદ મોટો ખુલાસો, મહેસાણાના ગામમાં કોઈ વિગત આપવા તૈયાર

વાટ્રી એરપોર્ટ પર ગુજરાતના 22 લોકો ફસાયા હોવાનો ખુલાસો થયો છે. અન્ય લોકોમાં પંજાબના પણ સામેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

  • ફ્રાંસમાં ફસાયેલા ભારતીયો અંગે હર્ષ સંઘવીનું નિવેદન
  • NRG વિભાગ સતત MEAના સંપર્કમાં છેઃ સંઘવી
  • MEA દ્વારા સતત અપડેટ માહિતી અપાઈ રહી છેઃ સંઘવી

ફ્રાંસમાં ફસાયેલા ભારતીયોને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, NRG વિભાગ સતત MEAના સંપર્કમાં છે. સાથે જ કહ્યું કે, સતત અપડેટ માહિતી પણ અપાઈ રહી છે. ફંસાયેલા તમામ લોકો અંગે યોગ્ય કાર્યવાહી ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, ફ્રાંસમાં છેલ્લા ઘણા દિવસથી ભારતીય સહિત અનેક લોકો ફંસાયેલા છે. આ લોકોમાં મુખ્યત્વે પંજાબ અને ગુજરાતના લોકો છે. જેઓ ગેરકાયદે અમેરિકામાં પ્રવેશીને હવે પ્લેન મારફતે ફ્રાંસમાં પ્રવેશ્યા છે.

ગુજરાતના 22 લોકો ફસાયા હોવાનો ખુલાસો થયો 

ફ્રાંસમાં ફસાયેલા મુસાફરો અંગે Transparency News પાસે ખાસ માહિતી આવી છે. જેમાં વાટ્રી એરપોર્ટ પર ગુજરાતના 22 લોકો ફસાયા હોવાનો ખુલાસો થયો છે. અન્ય લોકોમાં પંજાબના પણ સામેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જેને લઈને CID ક્રાઈમની ટીમે 22 લોકોના પરિવારની તપાસ શરૂ કરી છે. ગુજરાતના 22 લોકોમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના આખજ, લાંઘણજ અને વડસ્મા ગામના કેટલાક લોકો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. એજન્ટ મારફતે તમામ લોકોએ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.. જો કે, CID ક્રાઈમની ટીમે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા લોકોના પરિવારને તેમની સાથે સંપર્ક સાધવા અપીલ કરી છે. વિઝા રેકેટ કેસમાં એજન્ટની તપાસ માટે પરિવારના નિવેદન પણ નોંધાશે.

વિમાન ફ્રાન્સના એરપોર્ટ પર અટવાયું હતું

ફ્રાંસમાં રોકવામાં આવેલ આ વિમાન 303 મુસાફરો સાથે ત્રણ દિવસ સુધી ફ્રાન્સના એરપોર્ટ પર અટવાયું હતું. લિજેન્ડ એરલાઇન્સનું એરબસ A340 એરક્રાફ્ટ શુક્રવારે રિફ્યુઅલિંગ માટે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. પ્લેન લેન્ડ થયા બાદ એરપોર્ટના કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ પ્લેનનો કબજો મેળવી લીધો હતો અને તેને ટેક ઓફ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ફ્રેન્ચ એજન્સીને વિમાનમાંથી માનવ તસ્કરીની માહિતી મળી હતી. જે બાદ પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button