દેશરાજનીતિ

ભાજપના 400 પારના લક્ષ્યાંકમાં સંકલ્પ પત્ર કેટલું બંધબેસતું છે ?

લોકસભા ચૂંટણીને લઇને ભાજપે તેનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે, જેમાં તેણે મોટેભાગે ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓના હિતને ધ્યાનમાં લેતા મુદ્દા સમાવ્યા છે

2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યુ છે.. 2019થી ભાજપ ચૂંટણી ઢંઢેરાને સંકલ્પપત્ર નામ આપે છે. પ્રધાનમંત્રીના હસ્તે સંકલ્પપત્ર જાહેર કરાયું છે..
આ સંકલ્પપત્રને સરકાર વાયદા પૂરા થયાનો દસ્તાવેજ ગણાવી રહી છે. જો કે સવાલ એ છે કે ભાજપના સંકલ્પપત્રમાં જીતની ગેરેન્ટી કેટલી? શું ભાજપનું સંકલ્પપત્ર સત્તા સુધી પહોંચાડશે? અને 400 પારના ગણિતમાં સંકલ્પપત્ર કેટલું બંધબેસતું છે..?

સંકલ્પપત્રમાં મહત્વનું શું છે તેના પર એક નજર કરીએ તો 

એક દેશ, એક ચૂંટણીની વાત કરવામાં આવી છે. સમાન નાગરિક સંહિતાની વાત કરવામાં આવી છે . CAAની અમલવારી કરાવવાની વાત કરાઇ છે. પાઇપથી રસોઇ ગેસ સપ્લાય કરવાનો સંકલ્પપત્રમાં ઉલ્લેખ ચે.. સાથેજ 3 કરોડ લખપતિ દીદી, વંદે ભારત ટ્રેનનો વિસ્તાર, ટીકીટ પ્રતિક્ષા યાદીમાં ઘટાડો, સમાન નાગરિક સંહિતા, કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ અન્ય યોજનાઓની વાત કરાઇ છે.. સાથે જ  2029 સુધી ગરીબને નિશુલ્ક અનાજની વ્યવસ્થા 70 વર્ષથી વધુ વયના તમામ વર્ગના વડીલોનો આયુષ્માન યોજનામાં સમાવેશ
ટ્રાન્સજેન્ડરનો પણ આયુષ્માન યોજનામાં સમાવેશ જેવા મુદ્દા સંકલ્પપત્રમાં સાંકળવામાં આવ્યા છે.

ભાજપના આ સંકલ્પપત્રમાં ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓના હિતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ચાલો જોઇ કે સંકલ્પપત્રમાં આ દરેક માટે કયા-કયા મુદ્દા સમાવાયા છે.

યુવાનો માટે ભાજપનો સંકલ્પ 

  • પેપર લીક થતા અટકાવવા કડક કાયદો ઘડાશે
  • સરકારી ભરતી સમયબદ્ધ અને પારદર્શક રીતે થશે
  • સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને ફંડિંગ વધારાશે
  • નિર્માણ ક્ષેત્રે રોજગારીની વધુ તક ઉભી કરાશે
  • માળખાકીય સુવિધાઓમાં રોકાણથી રોજગારની તકો ઉભી કરાશે

સંકલ્પપત્રના અન્ય મુદ્દા

વડીલો માટે આયુષ્માન યોજના

70 વર્ષથી વધુ વયના દરેક વૃદ્ધ માટે આયુષ્માન યોજના લાગુ કરાશે ગરીબ, મધ્યમવર્ગ કે ઉચ્ચ મધ્યમવર્ગના તમામ વડીલો આવરી લેવાશે

રેલવે નેટવર્કનો વિસ્તાર

બુલેટ ટ્રેનનું નેટવર્ક વધારવા અભ્યાસ કરાશે, ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં કોરિડોર વિકસાવવા અંગે અભ્યાસ થશે, વંદે ભારત સ્લીપર ટ્રેનની શરૂઆત કરાશે, 5000 કિલોમીટરના રેલવે પાટાનું નિર્માણ કરાશે.

શિક્ષણ

વન નેશન, વન સ્ટુડન્ટ ID લાગુ કરાશે, ઉચ્ચ શિક્ષણમાં ટેકનોલોજીનો વધુ સમાવેશ કરાશે. મેડિકલ ક્ષેત્રે બેઠકોની સંખ્યા વધારાશે, રિસર્ચને વધારે મહત્વ અપાશે, 2020ની નવી શિક્ષણ નીતિ અનુસાર પાઠ્યક્રમ તૈયાર કરાશે

સંસ્કૃતિ

કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ અન્ય યોજનાઓ શરૂ કરાશે, અયોધ્યાનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. શાસ્ત્રીય ભાષા, સંસ્કૃતિના રક્ષણ માટે ફંડની સ્થાપના કરાશે.  ભારતની સાહિત્યિક રચનાઓનો વિદેશી ભાષામાં અનુવાદ કરાશે. રામની પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની યાદમાં દર વર્ષે રામાયણ મહોત્સવ ઉજવાશે. ગેરકાયદે લઈ જવાયેલી મૂર્તિ, કલાકૃતિઓને પરત લવાશે.

સંકલ્પપત્ર અંગે રાહુલ ગાંધીએ શું કહ્યું?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર ભાજપની ચર્ચાની તૈયારી નથી . સંકલ્પપત્ર અને નરેન્દ્ર મોદીના ભાષણમાંથી મોંઘવારી, બેરોજગારી શબ્દ ગૂમ છે.. તેમણે કહ્યુ કે  ઈન્ડિયા ગઠબંધનનો પ્લાન બહુ સ્પષ્ટ છે.. 30 લાખ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે.અને દરેક  શિક્ષિત યુવાનને રોજગારી અપાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button