માંડવી

અરેઠથી ઉમરસાડી (કડોદ) માર્ગ ખરાબ થતા અકસ્માતની અનેક ઘટનાઓ બનવા લાગી…

રાજ્યધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગને જોડતો હોવાથી લોકો વધુ ઉપયોગ કરે છે

માંડવી તાલુકાના ઉમરસાડીથી કીમ માંડવી રોડને જોડતો માર્ગ ગત વર્ષે બનાવવામાં આવ્યો હતો. અને હાલ આ માર્ગ જર્જરિત અવસ્થામાં પહોંચી ગયો છે. આ માર્ગ પર ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યાં છે. જેનાથી રાહાદારીઓ સરકાર તેમજ તંત્ર ઉપર અનેક સવાલો કરી રહયા છે અને ભ્રષ્ટાચારનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડતું હોટ સ્પોટ બની ગયેલ છે.

માંડવી તાલુકાના કોસાડીથી ખરોલી થઈ અરેઠ થઈ કીમ માંડવી માર્ગને જોડતા માર્ગ આ વિસ્તારના લોકો માટે અતિ ઉપયોગી સાબિત થાય છે. આ માર્ગ અંદાજિત 10કિમી લંબાઈ ધરાવે છે. આ માર્ગ શોર્ટકર્ટ હોય આજુબાજુના ગ્રામજનો આ માર્ગનો ઉપયોગ વધુ કરે છે. આ માર્ગ કીમ- માંડવી રાજ્યધોરી માર્ગ અને હાઈવે નં 48ને પણ જોડતો હોય જેથી આ માર્ગ પર વાહનોની અવર જવર વધુ રહે છે. ગત વર્ષે બનાવાયેલા આ માર્ગ જર્જરિત છે. આ માર્ગ નોકરિયાત વર્ગો અને નજીકના ગ્રામજનો માટે વધુ ઉપયોગી છે. શોર્ટકટ હોવાથી ટ્રાફિકનું ભારણ રહે છે. ચોમાસા બાદ રોડ કેટલીક જગ્યાએ બેસી ગયો છે તો કેટલીક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. વરસાદી સિઝનમાં ખાડામાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને અંદાજ ન આવતાં વાહન ખાડામાં પડી અકસ્માના પણ બનાવો બની રહ્યાં છે. ચોમાસા દરમિયાન જર્જરિત બનેલ માર્ગ હાલ લોકો માટે અકસ્માતને આમંત્રણ આપનારો અને મોતના દ્વાર ખોલનારું બની ગયો છે.

વારંવાર રજૂઆત છતાં રિપેરિંગ કરવામાં આવતુ નથી. કડોદ, હરિપુરા, કોસાડી, ઉમરસાડી ખરોલી સહિતના ગ્રામજનો કીમ અથવા અરેઠ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ખાડા અંગે રાહદારીઓ અને આગેવાનોએ અધિકારીને રજૂઆત કરી હતી છતાં આ માર્ગનું રિપેરિંગ કામ કે ખાડા પુરાવવાની કામગીરી હાથ ધરી નથી. વરસાદ બંધ થયો હોવા છતાં કામગીરી ન કરતાં વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને તંત્ર તથા જે તે કોન્ટ્રાકટર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button