તાપી

નિઝર વેલ્દા ટાંકી ત્રણ રસ્તા પાસે વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન

બસના અભાવ અંગે ઓગસ્ટ મહિનામાં રજૂઆત થઇ હતી છતાં નિરાકરણ આવ્યું નથી

તાપી જિલ્લાનાં નિઝર તેમજ કુકરમુંડા તાલુકામાં પૂરતા પ્રમાણમાં બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને રે હાલાકી ભોગવવી પડતી હોવાનાં કારણે બસની સુવિધા પુરી પાડવા અંગે ઓગસ્ટ મહિનામાં નિઝર – કુકરમુંડા તાલુકાનાં વિદ્યાર્થીઓ દ્વારા નિઝર મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ બસની સુવિધા ન મળતા નિઝરનાં વેલ્દા ટાંકી ત્રણ રસ્તા પાસે બંને તાલુકાનાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભેગા થઇ બસ રોકો આંદોલન કર્યુ હતુ. હતું. જે અંગે જાણ થતા સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે નિઝર પોલીસ તાત્કાલિક પહોંચી હતી.

વિદ્યાર્થીઓને બસનાં અભાવે પડતી મુશ્કેલીને લઇને બસ રોકો આંદોલનનાં સ્થળે નિઝર બસ સ્ટેશનનાં મેનેજર પ્રહલાદભાઈ આહીરે પણ પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓની સમસ્યાને લઇ બસ ડેપોનાં ઉચ્ચઅધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને બંને તાલુકાનાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અંગે લેખિતમાં બાંહેધરી આપતાં એક કલાકની અંદર બસ રોકો આંદોલન સમેટાયું હતું. બંને તાલુકાનાં મુખ્ય મથકો ખાતે માધ્યમિક , ઉચ્ચત્તર માધ્યમિક હાઈસ્કૂલ, કોલેજ,આઈ. ટી. આઈ જેવી શૈક્ષણિક ક્ષેત્રના વિદ્યાર્થીઓને બસનાં અભાવે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

બસ ન મળતા વિદ્યાર્થીઓ શાળાઓ, કોલેજ કે, આઈ.ટી.આઈમાં સમયસર પહોંચી શકતા નથી. સાંજના સમયે પણ વિદ્યાર્થીઓ ઘરે સમયપર પહોંચતા નથી. ગત ઓગસ્ટ મહિનામાં બંને તાલુકાના વિદ્યાર્થીઓએ નિઝર મામલતદારને આવેદન આપ્યું હતુ . તેમ છતાં પણ નિરાકરણ નહિ આવતા બંને તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા નિઝરનાં વેલ્દા ટાંકી ત્રણ રસ્તા પાસે બસ રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી. જોકે નિઝર બસ સ્ટેશનનાં મેનેજર પ્રહલાદભાઈ આહીરે દ્વારા વિદ્યાર્થીઓને તેમની માંગણી અંગે સમજણ આપીને વિદ્યાર્થીના આગેવાન જ્યોતિષભાઈને સોનગઢ બસ ડેપો મેનેજર સાથે ટેલિફોનિક વાતચીત કરાવીને નિઝરનાં બસ સ્ટેશનનાં મેનેજર દ્વારા બસની સુવિધા પુરી પાડવા અંગે લેખિતમાં બાંહેધરી આપતાં બસ રોકો આંદોલન સમેટાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button