નર્મદા

ડેડિયાપાડા તાલુકામાં આકાશી વીજળી પડવાથી મૃત્યુ પામેલા પરિવારોનલના વહારે 12 જ કલાકમાં સરકારી તંત્ર દ્વારા સહાય ચૂકવાઈ

નર્મદા જિલ્લામાં તા. 14 મી મેના રોજ ડેડિયાપાડા તાલુકા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન સવારે 11 કલાકના અરસામાં દાભવણ ગામે આકાશી વીજળી પડતાં દિલશાન જયંતીભાઈ વસાવા (ઉ.વ.14) અને નૈતિકભાઈ રાજેશભાઈ વસાવા(ઉ.વ. 11)ના મૃત્યુ થયા હતા. તેવી જ રીતે કુકરદા ગામે બપોરનાં સમયમાં આકાશી વીજળી પડતાં ભૂપેન્દ્રભાઈ ડુંગરજીભાઈ વસાવા(ઉ.વ. 54 )નું મૃત્યુ થયું હતું.

આકાશી વીજળી પડવાથી થયેલા માનવમૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાતી સહાય દુર્ઘટનાના ટૂંકા સમયગાળામાં જ તાત્કાલિક ધોરણે સહાય ચૂકવી દેવામાં આવી હતી. ત્રણેય મૃતકોના પરિવારજનોને વ્યક્તિ દીઠ 4-4 લાખ રૂપિયા ડેડિયાપાડાના ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ રૂબરૂ સ્થળ પર જઈને સહાયના ચેક વિતરણ કર્યું હતું.

Related Articles

Back to top button