માંડવી

માંડવીમાં પ્લાસ્ટિક બોટલોને રિસાઇકલ કરવાના મશિન ભંગાર

મશિનમાં બોટલ નાખનારને પુરસ્કારની જાહેરાત પછી પણ બિન ઉપયોગી

માંડવી નગર ખાતે કાકરાપાર અણુમથકના સહયોગથી ગૌરવ પથના શોપિંગ સેન્ટર તથા બસ સ્ટેન્ડ પર પ્લાસ્ટિક બોટલોના રિસાઇકલ માટે મુકાયેલા લાખો રૂપિયાના બે મશીન હાલમાં ભંગાર સ્વરૂપે જોવા મળે છે શોપિંગ સેન્ટર નું મશીન ગ્રાહકો તથા દુકાનદારો માટે પણ નડતરરૂપ પણ બની રહ્યું છે.

પ્રાપ્ય માહિતી અનુસાર માંડવી નગરના પ્રવેશ દ્વાર સમાન ગૌરવ પથ પર આવેલ સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર પર તથા માંડવી બસ સ્ટેન્ડ પર કાકરાપાર અણુમથકના આર્થિક સહયોગનો સૌજન્યથી પ્લાસ્ટિક બોટલોનો કચરો અટકાવવા તથા બોટલનું રિસાઇકલ કરી ઉપયોગમાં લઇ પર્યાવરણની જાળવણી માટેનો છેતરામણો પ્રયાસ કરાયો હોવાનું જણાઈ રહ્યું છે. બંને જગ્યા પર કાકરાપાર અણુ મથક દ્વારા મુકાયેલા મશીન બિલકુલ બિન ઉપયોગી સાબિત થઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ મશીનો ગોઠવાયા બાદ બિલકુલ ઉપયોગમાં પણ લેવાયા નથી તદુપરાંત જવાબદાર તંત્ર દ્વારા મશીન જાળવણી માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા નથી. ત્યારે લાખો રૂપિયાના મશીનો ભંગાર હાલતમાં પડી રહ્યા છે. મશીનનો ઉપયોગ કરી પ્લાસ્ટિક બોટલનો નાશ કરવા માટે જે વ્યક્તિ દ્વારા પ્રયાસ કરવામાં આવે તેમને paytm દ્વારા ઇનામ આપવાનું પણ બોર્ડ લગાવવામાં આવ્યું હતું પર્યાવરણ જાળવણી માટેના મોટા પ્રચાર પ્રસાર દ્વારા ગોઠવાયેલું મશીન હાલમાં વરસાદ ધૂળ કચરાથી ભંગાર હાલતમાં ફેરવાઈ રહ્યું છે જવાબદાર તંત્ર દ્વારા બતાવેલી બેદરકારીથી લાખો રૂપિયા જાણે બરબાદ થઈ ગયા હોય ત્યારે જવાબદાર વ્યક્તિઓ પર જરૂરી પગલા લઈ પર્યાવરણ જાળવણીના મશીનોનો સદુપયોગ થાય એ જરૂરી હોવાનું ચર્ચાય રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button