ગુનોતાપી

CHC માં નર્સની બેદરકારી મુદ્દે કુકરમુંડા મામલતદાર કચેરીએ રજૂઆત

કુકરમુંડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવેલ બાળકનું ફરજ પરનાં ડોક્ટરે ચેકઅપ કરી તેમના સ્ટાફને ઈન્જેકશન આપવા અને ડ્રેસીંગ કરવા અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ ફરજ પરના નર્સએ બાળકને ઈન્જેકશન આપવા કે ડ્રેસીંગ કરવા વિલંબ કરતા બાળકને તકલીફ વધી ગઈ હતી. જેથી બાળકને વહેલી તકે ઈન્જેકશન આપવા અને ડ્રેસિંગ કરવા અંગે પિતાએ નર્સને જણાવ્યું હતું પણ ફરજ પરની નર્સ દ્વારા બાળકનાં પિતાને ઉડાઉ જવાબ આપીને સારવારમાં આંખ આડા કાન કર્યા હતા. જોકે અન્ય કર્મચારીઓ દ્વારા નર્સને કહી બાળકને તાત્કાલિક સારવાર આપાવ્યું હતું. જેથી નર્સની બેદરકારીને લઇ ગત રોજ બાળકનાં પિતાએ કુકરમુંડા તાલુકાનાં મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે.

તાપીનાં કુકરમુંડાનાં મોદલા ગામના રહેવાસી રવિભાઈ નાનસિંગભાઈ વસાવા દ્વારા રજૂઆતમાં જણાવ્યા મુજબ તેમનો 13 વર્ષીય પુત્ર ગત રોજ ગામનાં જ બાળમિત્રો સાથે રમતા હતા. તે દરમિયાન આંખના ભાગે પથ્થર વાગતાં તાત્કાલીક સારવાર માટે પિતા ખાનગી વાહન મારફતે કુકરમુંડાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટર દ્વારા તાત્કાલિક બાળકનું ચેકઅપ કરી સ્ટાફને ઈન્જેક્શન અને ડ્રેસિંગ કરવા જણાવ્યું હતું. પરંતુ ફરજ ઉપર હાજર નર્સ દ્વારા બાળકને તાત્કાલિક ધોરણે ઈન્જેકશન આપવા તેમજ ડ્રેસીંગ કરી આપવા આનાકાની કરતી હોવાથી બાળકને તકલીફ વધી જતા પિતાએ પુત્રને વહેલી તકે નર્સને ઈન્જેકશન આપવા અને ડ્રેસિંગ કરી આપવા અંગે જણાવ્યું હતું. પણ નર્સ દ્વારા ઉડાઉ જવાબ આપતાં કહ્યું હતું. કે, હજુ મારે બીજા દર્દીઓને જોવાનું બાકી છે.તેથી તમે શાંતિથી બેસી રહો, તમારો નંબર આવશે. ત્યારે બાળકની સારવાર કરવામાં આવશે. તેમ જણાવતા પિતાએ પુત્રને લઇને ખાનગી દવાખાને જવા માટે નીકળ્યા હતા. તે વેળાએ અન્ય કર્મચારીઓ દ્વારા નર્સને કહીને બાળકને તાત્કાલિક ઈન્જેકશન આપી ડ્રેસિંગ કરાવ્યું હતું.

ઉલ્લેખનીય એ છે કે, કુકરમુંડાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ફરજ બજાવતી અને મનમાની ચલાવનાર નર્સ પર ઉચ્ચ અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરશે કે, કેમ? એ તો આવનાર સમયમાં જ બહાર આવે તેમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button