માંડવીરાજનીતિ

માંડવી પ્રાંત અધિકારીને ચાલુ સરકારના મંત્રી કુંવરજીભાઈ હળપતિ વિરુદ્ધ આવેધન

કોંગ્રેસ નેતા આનંદ ચૌધરીએ મંત્રી કુંવરજી હળપતિની સરખામણી બકરી સાથે કરી

માંડવી તાલુકાના ઘંટોલી ગામે ભાજપ પક્ષનો ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અંતર્ગત કાળાશ યાત્રાનો કાર્યક્રમ હતો. તે દરમિયાન અચાનક પાવર કટની સમસ્યા સર્જાય હતી. કાર્યક્રમમાં હાજર મંત્રી કુંવરજી હળપતિએ પોલીસને ફોન કરી માજી સરપંચ નિતેશ ચૌધરી વિરુદ્ધ કાવતરું કરી પાવર કટ કર્યાના આક્ષેપ સાથે પોલીસ બોલાવી હતી. જેથી પોલીસ નિતેશ ચૌધરીને પોલીસ મથકે પૂછપરછ માટે લઈ ગઈ હતી. જોકે 2 કલાક બાદ નિતેશ ચૌધરીને છોડી દેવામાં આવ્યા. ત્યારબાદ ગત શુક્રવારના રોજ માંડવી ખાતે વન વિભાગના એક કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજી હળપતિએ સ્ટેજ પરથી ભાષણ દરમિયાન ઘંટાલીની ઘટના યાદ કરી હતી અને કાવતરું કરનાર તમામને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની વાત કહી હતી. જેને લાઇ માંડવી તાલુકા આદિવાસી સમાજમાં રોષને લઇ આજરોજ માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.

વિરુદ્ધ પક્ષ દ્વારા મંત્રી કુંવરજી હળપતિ પર પ્રહારો કર્યા
આજરોજ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો માંડવી ખાતે એકઠા થયા હતા અને સમગ્ર ઘટના બાબતે પ્રાંત આધિકારીને આવેદન આપ્યું હતું. મીડિયા સાથે વાતચીતમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય આંનદ ચૌધરીએ મંત્રી કુંવરજી હળપતિની તુલના બકરી સાથે કરી હતી અને બકરી જેમ આદું ખાઈને છીંક છીંક કરે છે. વ્યારા ખાતે સિવિલ હોસ્પિટલની વાત હોય કે પછી અમાલસાડી ગામની વાત હોય મંત્રી ગમે તેમ આદિવાસી સમાજ વિરુદ્ધ આવેદનો આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button