તાપી

નિઝરમાં BTP દ્વારા તાલુકા મામલતદારને આવેદન આપવામાં આવ્યું

નિઝર તાલુકામાં ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા નર્મદા નદી ઉપર આવેલ સરદાર ડેમમાંથી ગત રોજ લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારનાં ગામડાઓમાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.જેથી થયેલ નુકસાનનું વળતર સરકાર ચૂકવણુ કરે. તેમજ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે તેવા વિવિધ મુદ્દાઓ સાથે મામલતદાર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ગત રોજ નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા પાણી ગામોમાં ફરી વળતા જ પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે લોકોનાં ઘર વખરી સમાન સહીત લોકોને ભારે નુકસાન થયું છે. બીજી તરફ ખેડુતોઓ, પશુપાલકોને પણ નુકસાન થયેલ છે. હાલમાં લોકો કપરી પરસ્થિતિમાં દિવસો પસાર કરી રહ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ગુજરાત સરકાર પર ગંભીર આક્ષેપો કરતા વધુમાં જણાવ્યું હતું. કે, નર્મદા ડેમમાંથી એક સાથે આટલુ પાણી છોડવાથી શું? નુકસાન થશે. તે અંગેની મુખ્યમંત્રી અને સરદાર સરોવર નિગમના અધિકારીને તેની માહિતી ન હોય શકે, મુખ્યમંત્રીને ફક્ત દેશના વડાપ્રધાનના જન્મદિવસની જ ચિંતા છે. જનતાની ચિંતા નથી તેમ જણાવ્યું હતું. કરાયેલી રજૂઆતના વિવિધ મુદ્દાઓ

(1) જનતાને દુ:ખી કરનાર મુખ્યમંત્રી વિરૂધ્ધ તાત્કાલીક કાર્યવાહી કરી પદ પરથી દુર કરવા , સરદાર સરોવર નિગમના જવાબદાર અધિકારીઓ વિરુધ્ધ કાર્યવાહી .

(2) અચાનક પૂરથી લોકો ઘરોમાંથી અનાજ કાઢી શક્યા નથી. આવા સમયે તાત્કાલિક ભોજન અને અનાજ આપવામાં આવે.

(3) પશુઓ માટે ઘાસચારો પૂરો પાડવામાં આવે.

(4) કાદવ-કીચડની સફાઈ કરવામાં આવે.

(5) મૃત જાનવરોના શબોનો નિકાલ કરવામાં આવે.

(6) નુકસાનીનું સર્વે કરાવી વળતર આપવામાં આવે.

(7) વળતર મળે તે દરમ્યાન અસરગ્રસ્તોને ભોજન ઉપલ્બધ કરાવે.

(8) સર્વેમાં તટસ્થતાથી કામગીરી કરવામાં આવે. નુકસાનની રકમ તાત્કાલિક અસરથી ચુકવવા માંગ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button