માંડવીરાજનીતિ

કોંગ ” કોંગ્રેસ-આપના ગઢબંધનથી આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ પતી જશે”

સુરતના માંડવી ખાતે કોંગ્રેસની કારોબારી બેઠકમાં કોંગ્રેસ નેતાનું નિવેધન

લોક સભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યો છે.

સુરતના માંડવી ખાતે પણ આવનારી લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. કારોબારી બેઠક દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ એક મોટું નિવેદ આપ્યું હતું.

કોંગી નેતા સુખરામ રાઠવાએ કોંગ્રેસ-આપના ગઢબંધનને લઈ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ-આપના ગઠબંધનથી આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ પતી જશે. કોંગી નેતા સુખરામ રાઠવાએ આમ આદમી પાર્ટી આવવા પછી કોંગ્રેસની હાલત બગડી ગઈ હોવાનું જણાવ્યું હતું. યોજાયેલ બેઠકમાં કોંગી નેતા સુખરામ રાઠવાએ આમ આદમી પાર્ટી ઉપર અનેક ચાબખા મૂક્યા હતા અને આમ આદમી પાર્ટીને ભાજપની જ બી ટીમ ગણાવી દીધી હતી.

ત્યારે વધુમાં આમ આદમી પાર્ટીના લીધે જ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકશાન થયું હોવાનું નિવેદન કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ આપ્યું હતું. એલાયાન્સના ભોગે દિલ્હી બાદ ગુજરાતને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવું જવાબદારી છે તેમ જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાના આ મોટા નિવેદનથી હડકંપ મચી ગયો છે.

પૂર્વ ધારાસભ્ય પણ બેઠકમાં હજાર રહ્યા
આવનારી લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ, પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવનારી ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા બેઠકમાં રણનીતિ ઘડવામાં આવી હતી. તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button