ગુનોતાપી

બોરઠા ગામમાં RCC રસ્તા તો બન્યો પણ પાંચ વર્ષ પૂરા થયા ત્યાં સુધીમાં કાદવ કિચડથી લદાયો

કોન્ટ્રાકર દ્વારા હલકા કક્ષાનું મટિરીયલ વાપર્યું હોવાનું લોક સવાલ ઉઠ્યા

તાપીનાં નિઝર તાલુકામાં આવેલ આડદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ બોરઠા ગામે ભીમસીંગભાઈ રામસિંગભાઈના ઘર તરફથી દિનેશભાઈ નરેન્દ્રભાઈના ઘર તરફ જતો લાખોના ખર્ચે આર. સી. સી. રસ્તો બનાવામાં આવ્યો હતો. જે રસ્તાને અંદાજિત પાંચ વર્ષ પણ પૂર્ણ નહિ થયાં અને રસ્તાની હાલત બગડી ગઈ છે. આર. સી. સી રસ્તા ઉપરથી સિમેન્ટ અને કપચી બહાર નીકળી આવી છે. તેમજ અમુક જગ્યા ઉપર ખાડાઓ પણ પડી ગયેલ જોવા મળી રહ્યા છે.

કોન્ટ્રાકટર દ્વારા રસ્તો બનાવતી વખતે હલકા કક્ષાનું મટેરીયલ વાપરવામાં આવ્યું હોય તેમ કહેવાય તો નવાઈ નહિ, કારણ કે, રસ્તાને પાંચ વર્ષ પણ પૂર્ણ નહિ થયાં અને રસ્તો બિસ્માર બની જાય એ તો કેટલું યોગ્ય કહેવાય.

પહેલા બોરઠા ગામમાં આ આંતરિક રસ્તો ખુબ જ બિસ્માર હાલતમાં હોવાથી સરકાર દ્વારા લાખોના ખર્ચે આર. સી. સી. રસ્તો બનાવવા મંજૂરી આપી હતી. જે રસ્તાને બનાવવા કોન્ટ્રાકટરને કામગીરી સોંપતા કોન્ટ્રાકટરે જે તે સમયે રસ્તાની કામગીરી કરી હતી. પરંતુ રસ્તો બનાવતી વખતે હલકુ મટિરીયલ વાપરવામાં આવ્યું હોવાથી. લાખોના ખર્ચે બનેલ આર. સી. સી. રસ્તાને પાંચ વર્ષ પણ પૂર્ણ નહિ થયાં અને બિસ્માર બન્યો છે.

આ કામગીરી કરનાર કોન્ટ્રાકટરે રસ્તાના કામમાં હલકુ મટિરીયલ વાપરી મોટાપાયે ભ્રસ્ટાચાર કરેલ હોય તેમ કહેવાય તો નવાઈ નહિ, ગામના લોકોને અવર – જવર માટે બનાવવામાં આવેલ રસ્તાની હાલત બગડતા ગામજનોમાં જવાબદાર તંત્ર નારાજગી જોવા મળી રહી છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button