માંડવી
માંડવી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ આર્ચરી સ્પર્ધામાં ઝળક્યા
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
અખિલ ભારતીય સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ધી માંડવી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગના ખેલાડીઓએ અંડર 14 વય જૂથમાં જિલ્લા કક્ષાએ રાઠોડ પ્રથમ ગોલ્ડ મેડલ અને પટેલ માન સિલ્વર મેડલ જીતી શાળાનું નામ રોશન કર્યું હતું. આ બંને ખેલાડીઓ રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે, તેમજ તાલુકા કક્ષાએ ખો -ખો સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોએ ટીમ અંડર 14 વય જૂથમાં તીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો..પટેલ હિર. ગામીત કવ્યા. ચૌધરી સ્વીની, ચૌધરી હર્ષ.ચૌધરી ભાવિન, ચૌધરી હર્ષ જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે.આ ખેલાડીઓને ખો-ખો કોચ પટેલ સ્નેહલ અને આર્ચરી કોચ ભીલ ભિંગાભાઈએ તાલીમ આપી હતી. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય દતેશભાઈ ભટ્ટ તેમજ શાળાના ટ્રસ્ટી મંડળે શુભેચ્છા પાઠવી હતી.