તાપી

મામલતદાર અને ટીડીઓને ગામતળ અને ગૌચરમાં દબાણો દૂર કરવા રજૂઆત

ફૂલવાડી ગ્રામ પંચાયતના ગામતળમાં 150 જેટલી દુકાન ગેરકાયદે તેમજ સુગર ફેક્ટરી દ્વારા ગૌચરમાં ખોદકામ કરાયું

  • રજૂઆતમાં જે ગંભીર આરોપો લાગ્યા છે; એના પાછળ જવાબદાર કોણ? દુકાન માલિકો? સુગર ફેકટરીના ડિરેક્ટરો?, કે પછી જેમના આંખ સામે  આ દરેક બનાવો બન્યા એ તંત્ર?
  • જો દબાણો દૂર થશે તો આર્થિક ભરપાઈ કોણ કરશે?
  • દબાણો ના દૂર થાય તો આ આ ગામના ઢોરડાખનું શું થશે? જંગલો આરક્ષિત થઈ રહ્યા છે; તો ઢોરો ક્યાં ચરાવવા? વગેરે અનેક સવાલો છે? જે તંત્ર પાસે લોકો માંગી રહ્યા છે.

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ મૌજે કુકરમુંડા ગામ ખાતે ગામતળની જમીનમાં શોપિંગ સેન્ટરની હાટ બજારની જગ્યામાં અંદાજિત 150 વાણિજ્યની પાકા બંધાકામ વાળા દુકાનો છે. તેમજ જુના કુકરમુંડા ખાતે ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા સરકારી પડતર અને ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની જમીનમાં કેમિકલ યુક્ત દુષિત પાણી નિકાલ કરવા ખોદકામ કરવામાં આવેલકુકરમુંડા ગામ ખાતે ગામતળની જમીનમાં શોપિંગ સેન્ટરની હાટ બજારની જગ્યામાં અંદાજિત 150 વાણિજ્યની પાકા બંધાકામ વાળા દુકાનો છે. તેમજ જુના કુકરમુંડા ખાતે ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા સરકારી પડતર અને ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની જમીનમાં કેમિકલ યુક્ત દુષિત પાણી નિકાલ કરવા ખોદકામ કરવામાં આવેલ હોવાના ગંભીર આક્ષેપો સાથે જાગૃત નાગરિકો દ્વારા કુકરમુંડા તાલુકાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવેલ છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ ફૂલવાડી પંચાયતમાં સમાવેશ કુકરમુંડા ગામના ગામતળની સરકારી વિકાસ અર્થે ગ્રામ પંચાયતના હસ્તક અનામત અને શોપિંગ સેન્ટર હાટબજારની જગ્યામાં ગેરકાયદે દબાણો કરીને 150 કરતા વધુ દુકાનો બનાવી દેવાય છે. જે બાબતે વખતો વખત ફરિયાદ ગ્રામ પંચાયતની કચેરી, તા. પં. કચેરી, જિલ્લા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા કલેકટર કચેરીમાં કરવામાં આવેલ છે. જેના અનુંસંધાને ડીડીઓ , કલેકટર, અને ગુજરાત વિકાસ કમિશ્નર, મારફતના પરિપત્ર મુજબ દબાણો તાત્કાલિક હટાવવા અંગે જણાવ્યું છે. તેમજ તાપી જિલ્લા વિકાસ અધિકારી મારફતે પણ કુકરમુંડા તાલુકામાં સમાવેશ ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયત અને કુકરમુંડામાં શોપિંગ સેન્ટરની જગ્યામાં થયેલા દબાણો હટાવી દેવા તેના એહવાલો/રિપોર્ટ ડીડીઓને મોકલી આપવા જણાવાયું છે.

જેના અનુંસંધાને તાલુકા પંચાયત કચેરી અને ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયત મારફતે 150 જેટલા દબાણકારોને વખતો વખત નોટિસો આપી દબાણ દૂર કરવા અંગે જણાવવા આવેલ છે. તેમજ જૂના કુકરમુંડા ખાતે સરકારી પડતર અને ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરમાં ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા અંદાજિત બે કિલોમીટર લંબાઇ અને 30 ફૂટ પોહળાઈ ખુલ્લી નહેરોનું ગેરકાયદે ખોદકામ કરી દબાણ કરીને ગંદુ કેમિકલ યુકત પ્રોસેસિંગ વગરનું દૂષિત પાણી જે ખુલ્લી નહેરો મારફતે તાપી નદીમાં છોડાય રહ્યું છે. કુકરમુંડા મામલતદાર અને ટીડીઓને રજુઆત કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button