ગુનોતાપી

સોનગઢ વિસ્તારમાં રાઉન્ડ ફોરેસ્ટરની ફરજમાં રૂકાવટ કરનારને બે વર્ષની સજા

એક આરોપીને પણ 6 મહિનાની સજાનો હુકમ કરાયો

સોનગઢ તાલુકા ના મલંગદેવ રેન્જ માં રાઉન્ડ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી પર ફરજ દરમિયાન રૂકાવટ કરી અધિકારી સાથે મારામારી કરી ઈજા પોહચડવાનાં કેસ માં વ્યારા કોર્ટે બે આરોપીને સજા નો હુકમ કર્યો હતો.

આ બનાવની  હકીકત એ રીત છે કે ગત તા.31.12.2014ના રોજ સોનગઢ ના મલંગદેવ રેંજના રાઉન્ડ ફોરેસ્ટર અશ્વિનાબેન પટેલ ફરજ બજાવતા હતાં. તે દરમિયાન ફરજના ભાગરૂપે ઓઝર ગામ તાલુકો -સોનગઢની સીમમાં આવેલ રીઝર્વ કંપાર્ટમેન્ટ નંબર-236 માં ગેરકાયદેસર જે.સી.બી.થી ખેડાણ થતુ હોઈ તેની તપાસ માટે ગયેલ, અને ત્યારબાદ ડ્રાઈવર સાથે તેઓ જે.સી.બી.મશીન પર બેસી પરત આવતા હતા. ત્યારે ચીમકુવા ડેરી પાસે આરોપી મિરાજભાઈ ગામીત રહે. નાના તારપાડા અને જોગીયાભાઈ ગામીત તથા અન્ય ઈસમોએ તેઓને અટકાવેલ હતા. જે પૈકી આરોપી મિરાજભાઈ ગામીતએ લોખંડના પાઈપથી અશ્વિનાબેનને ઈજા કરેલ અને જોગીયાભાઈ ગામીતે તેણીના વાળ પકડી જે.સી.બી. માંથી નીચે ઉતારેલ તેમજ અન્ય ઈસમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપેલ અને તેણીનો મોબાઈલ ઝુંટવી લઈ જે.સી.બી. મશીન લઈને જતા રહેલ. જે અંગેની ફરીયાદ અસ્વિનાબેન્ એ સોનગઢ પોલીસ રૂબરૂ રેફરલ હોસ્પિટલ સોનગઢ ખાતે આવેલ. જે અંગેનો ગુનો સોનગઢ પો.સ્ટે. માં નોંધાયેલ હતો.

તપાસ દરમિયાન અન્ય નવ આરોપીના નામો ખુલતા તપાસ કરનાર અધિકારીએ કુલ-11 આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ કરેલ હતી. સદર ગુનાની ટ્રાયલ તાપી જિલ્લાના સેશન્સ નામદાર જજ એન.બી.પીઠવા સમક્ષ ચાલતા ફરીયાદ પક્ષે સરકારી વકીલ સમીર બી.પંચોલી અને સરકારી વકીલ રમેશ બી. ચૌહાણે રજુ કરેલ પુરાવાઓ અને સરકારી વકીલ રમેશ બી.ચૌહાણની દલીલો ગ્રાહય રાખી સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરવા બદલ નામદાર કોર્ટે આરોપીઓ પૈકી આરોપી મિરાજ હોગીયાભાઈ ગામીતને ગુના સબબ 01 (એક) માસની સજા અને રૂા.300/- નો દંડ, ઈ.પી.કો. કલમ-332 ના ગુના સબબ 02(બે) વર્ષની સજા અને રૂા.1000 નો દંડ તેમજ આરોપી જોગીયા ગામીતને 1 માસની સજા અને રૂા.300 નો દંડ, ઈ.પી.કો. કલમ-332 ના ગુના સબબ 06(છ) માસની સજા અને રૂા.1000 નો દંડ કરતો હુકમ ફરમાવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button